________________ સાપ જેમ દૂધ પીનારને કાટે, ને વાઘ જેમ એને અગ્નિમાંથી બચાવનારને ખાઈ જાય, તેમ હેવાન બનેલો જીવ પુણ્યાઈ દેનારા દેવગુરુ-ધર્મનો એજ પુણ્યાઈના જોર પર સામનો કરે છે ! વિશ્વાસઘાત કરે છે ! અથવા એમને સરાસર વિસારે મૂકે છે ! ઊંચા માનવભવમાં નીચા કૃત્ય શાથી ? : અરે, બીજી પુણ્યાઈ તો પછી, પણ એક માનવભવ પામવાની પુણ્યાઈ ક્યાં ઓછી છે ? એના પર વિચારો કે શું ચાલી રહ્યું છે. એ પુણ્યાઈની બક્ષીસ કરનારા દેવ-ગુરુ-ધર્મને બદલે વિષય-કષાયની અને વિષયી-કષાયીની જ સેવા ને ? ઉચ્ચ ભવની પુણ્યાઈ મળી છે એના જ આધાર પર આ ને ? કહો ને કે “એ તો જનાવરના અવતારમાં પણ અમે આ જ કરત !' પણ જનાવરના ભવો ય ક્યાં એકેન્દ્રિય-વિકસેન્દ્રિયના કરતાં અધિક પુણ્યાઈ વિના મળે છે ? છતાં ય ત્યાં તો ધર્મની સમજ નથી, વિવેકશક્તિ નથી. ત્યારે અહીં તો એ મળ્યાની અદ્દભુત વિશેષતા છતાં આ કરાય છે ! પુણ્યાઇના પાપે - વળી, પશુના ભવ કરતાં તો આ માનવના અવતારે વધારે પુણ્યાઈથી મળેલી બુદ્ધિ અને સામગ્રીના જોરે વિષયોને કેળવી કેળવીને સેવાય છે, તથા કષાયોને હોશિયારીપૂર્વક અને જરૂર પડ્યે સત્કર્તવ્યનો અંચળો ઓઢાડીને સેવવામાં આવે છે, એનું શું? માનવભવ અને વિશિષ્ટ સામગ્રીની પુણ્યાઈના જોર પર આ જ કરવાનું ? શું કોઈ વિચાર આવે ખરો કે “આ પુણ્યાઈ દેનારા મારા પરમ ઉપકારી અને પ્રાણ પ્યારા દેવગુરુ-ધર્મનું ઋણ મારાથી કેમ ભૂલાય ?' અરે ! હજી આટલેથી અટકતું હોત કે જીવનમાં મર્યાદિત અને છાજતા વિષયોથી કામ પતાવાય છે, તો તો જુદી વાત હતી. પણ ના, આ તો મર્યાદા બહાર અને અણછાજતા વિષયો ભોગવવા ઉપાધિ થી સમાધિ તરફ 57