________________ અત્યારે તો આપણાથી શું થાય ? જયારે ભવિતવ્યતા પાકશે, જયારે ભાગ્યોદય જાગશે ત્યારે સારી ભાવના જાગશે.” આ ખોટું છે, કેમકે એથી પુરુષાર્થ કરવાને તો સ્થાન જ રહેતું નથી ! ને તેથી વિપરીત સંયોગો એનું તાંડવ મચાવ્યે જાય છે. અશુભ ભાવનાઓ, મેલી લાગણીઓ, અને પાપી કષાયોને આ ગરીબડાના આત્મ ઘરમાં મહાલવા મળે છે ! કહેવાય છે ને કે “ગરીબકી જોરુ સબકી ઓરત એ બિચારીની પાસે સૌ વૈતરું કરાવે. એમ, પુરુષાર્થના ચમત્કાર નહિ સમજનારા અને એથી જ પુરુષાર્થધનથી રહિત બનેલા દરિદ્ર રાંકડા જીવની પાસે સંયોગો માનસિક અશુભ મેલા ભાવો સેવવાનું વૈતરું કરાવે છે ! એના નધણિયાતા દિલમાં એ સંયોગો મલિન વલણો અને દુર્ગાનને વિના રોકટોક ખુશમિશાલ કૂદાકૂદ કરવા દે છે ! હમણાં જો પુરુષાર્થરૂપી ધનથી માલદાર શ્રીમંત બનો તો એ લુચ્ચાઓની શી દેણ હતી કે આત્મઘરમાં ગમે તેમ ઘૂસીને તાગડધિન્ના કરે ? મોક્ષની ચાવી જ આ છે કે અશુભ ભાવનાઓ-વલણો-લાગણી અને દુર્ગાન વગેરેની સામે, * શુભ ભાવનાઓ ચિંતવવાના ધરખમ પુરુષાર્થ આદરો. * શુભ વલણ કેળવવાના મહાન ઉદ્યોગ કરો. * સારી લાગણીઓ ધરાવવાના અથાગ પ્રયત્ન સેવો. * શુભ ધ્યાનમાં ઝીલ્યા કરવાના ભારે ઉદ્યમ આદરો. * સારી ભાવના માટે શું કરવાનું : પાતંજલ સૂત્રમાં પણ કહ્યું છે કે વૈરાગ્ય ભાવનાના અભ્યાસથી અર્થાત્ એને વારંવાર સેવવાના પુરુષાર્થથી રાગ-દ્વેષ-અભિનિવેશના સંસ્કારોને નાબૂદ કરી શકાય છે. કોઈ પણ કુસંસ્કાર, કુવાસનાને દાબવા-હટાવવાનો પહેલો ઉપાય એની પ્રતિપક્ષી ભાવનાઓને હૃદયમાં રમતી કરી દેવી, તે છે. એને રમતી કરી દેવાનું શી રીતે બને ? પુરુષાર્થથી જ ને ? એની મહેનત, એની ગડમથલ, ને એની ચોટ ઉપાધિ થી સમાધિ તરફ 59