________________ જોઈએ છે ! નહિતર શું રુડા શ્રાવકના ખોળિયે અનાર્યની જેમ ગુરુ, ધર્મ, અને સાધર્મિકની નિંદાના શ્રવણ અને ઉચ્ચારણ, અભક્ષ્યનાં ભક્ષણ, અપેયનાં પાન, છાકટાં ગીતોનાં અને ઉન્માદકારી વાતોનાં શ્રવણ, બીભત્સ અને રાગદ્વેષ પોષક છાપાં-નવલિકાનાં વાંચન, પરસ્ત્રીના રૂપનાં દર્શન, તથા દુરાચાર સેવન વગેરે ઉભટ વિષયનાં સેવન ચાલતાં હોત ? તેમ, શ્રાવકના અવતારમાં જે મન પર વીતરાગના અધિકાર હોય, એ મનમાં વધારે પડતા કષાયો, જેવા કે, વેરઝેર, ઇષ્ય-અસૂયા, તુચ્છ વાત વસ્તુ પર અભિમાન, વૈષ અને કલેશ, માયા, પ્રપંચ અને જૂઠ-અનીતિ, ભારે તૃષ્ણા, મમતા, ને લંપટપણું, કોઈનો પણ દ્રોહ કે કૃતજ્ઞતા, વગેરે કચરા ઘાલત ? આમાં માનવતાને ય છાજતા ગુણો ક્યાં ઊભા રહ્યા ? પછી જિનાજ્ઞા-બંધન, ગુરુશરમ અને ધર્મચુસ્તતાની તો વાતે ય શી? આ બધું પુણ્યાઈ પર જ ને ? ત્યારે હવે વિચારજો કે દેવ-ગુરુધર્મ પુણ્યાઈ આપી, એ પુણ્યાઈથી શું એમની જ સેવામાં આ પુણ્યાઈ નવરી નથી એમ ને ? બાકી પાપો માટે તૈયાર છે ! કેવી કૃતજ્ઞતા ? પણ એ તો કહો બિચારી ક્યાં સુધી એ પહોંચશે ? પુણ્યાઈ ખૂટ્યા પછી શું ? જરા પુણ્યાઈને ઓળખી લો કે એ તે સાધુ છે કે શેતાન? દેવી છે કે ડાકણ? ધર્મે એ દીધી છે, તો એનાથી જ ધર્મનો ઘાત ન થાય. સપુરુષાર્થ વિનાનો એ ગરીબ કી જોરુ જેવો : બાહુબલ પુણ્યાઈના જોર પર અભિમાન અને ગુસ્સાથી ભાઈને મારવા દોડ્યા ખરા, પણ અધવચ્ચે ઊભા રહી ગયા ! કેમ વારુ ? હૃદયમાં સદ્ભાવના જગાડી, શું ? જાગી એમ નહિ કહેતા જગાડી કહેજો, જેથી પુરુષાર્થ યાદ આવે. આપણેય પુરુષાર્થ કરીએ તો શુભ ભાવનાને કપરા સંયોગમાં પણ જગાડી શકીએ છીએ. આ તો ‘ફલાણાને ભાગ્યોદયે કે ભવિતવ્યતાથી સારી ભાવના જાગી,' એવું યાદ રાખીએ છીએ માટે જ માંડવાળ થાય છે કે, “ભાવના એમ થોડીજ આવે ? 58 ઉપાધિ થી સમાધિ તરફ