________________ બાહ્ય દુશ્મન ભરતને છોડી આંતર દુશ્મન રાગાદિને કચરવા-પીસવાનું હોય ! આ તો તમે કહેશો કે બહુ ઊંચી દિવ્ય જીવનની વાતો કહેવાય. પરંતુ હું તમને પૂછું કે ખેર ! એ નહિ સહી, અરે ! ઉચ્ચ માનવતાનીય નહિ, પરંતુ સામાન્ય માનવતાની તો ભૂમિકાએ રહેવાય કે નહિ ? પ્ર.- સામાન્ય માનવતાની ભૂમિકા એટલે ? ઉ.- એ જ, કે પશુ જે ભૂમિકાનું જીવન જીવે છે એના કરતાં સારી ભૂમિકા, ઊંચી ભૂમિકા. પશુમાં ન્યાય, નીતિ, સદાચાર, સવિચાર, દાન, દયા ભાવના, પવિત્રતા, પરોપકાર, સૌમ્યતા, સજ્જનતા વગેરે જે નથી હોતું એ મનુષ્યમાં હોય તો માનવતાની સામાન્ય ભૂમિકા આવી ગણાય. અસ્તુ. આપણી વાત શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રની ત્યાં ઊભી છે કે એનો અહંકાર અને બે વાર “સબૂર” સાંભળવા છતાં આપઘાતથી અટકવા દેતો નથી. કથાસાર : ચન્દ્ર આપકમાઈ કરવાના, અને તે પણ પરદેશમાં આપકમાઈ કરવાના ગુમાનમાં ચઢી અનેક અપશુકન થવા છતાં, સમુદ્ર પ્રવાસે નીકળ્યો, અને વહાણ ભાંગ્યા પછી નસીબ જોગે પાટિયું હાથ લાગ્યું તો બચીને કિનારે આવવા પામ્યો. પરંતુ હવે એને સ્વમાનના ચૂરા થઈ જવાનું દેખાવાથી ઝાડે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં દયાળુ બ્રાહ્મણે ફાંસો છોડી બચાવ્યો. તો હવે પર્વત પરથી ઝંપાપાત કરી મરવા તૈયાર થયો છે. છતાં ત્યાં પણ પાછળથી બબ્બે વાર “સબૂર” નો અવાજ આવ્યો. એને ઉવેખીને જ્યાં નૃપાપાતનો ત્રીજી વાર પ્રયત્ન કરવા જાય છે, ત્યાં વધુ જોસથી “સબૂર”નો અવાજ આવ્યો ! પુણ્ય જાગતું હોય તો બચાવનાર મળે ! ને પુણ્ય જ પરવારી ગયું હોય તો ઘણી સલામતી વચ્ચે પણ કચ્ચરઘાણ નીકળે છે. એ માટે કહેવાય છે કે, પુણ્યની સલામતી ખાસ રાખો. દ ર ઉપાધિ થી સમાધિ તરફ