________________ ચન્દ્રની વિચારણા : એક તો પેલો બ્રાહ્મણ મળ્યો, મરવામાં વિઘ્ન કરનારો ! ને આ ફરીથી વળી કોણ અંતરાય કરી રહ્યું છે ? ત્યારે શું હું સબૂરી પકડીને ન મરું ? ન મરું તો મેં જે ઘરેથી નીકળતાં “આપકમાઈ પરદેશથી કરી લાવવાના નિર્ધાર દેખાડેલા, તે હવે મારે કુટુંબીસ્નેહીઓને મોં શું દેખાડવું ? નાલેશીભર્યું મુખ દેખાડવા કરતાં અહત્વ જાળવીને મરવું સારું. માટે હું તો મરીશ.' એમ વિચારીને પૃપાપાત કરવા સજ્જ થાય છે. અભિમાનની જોહુકમી : અહંકાર અને અભિમાન ક્યાં લઈ જાય છે ! અહંકારઅભિમાનવશ બાહુબલજી મુઠ્ઠી ઉપાડી ભાઈને મારવા દોડ્યા ! પણ સાથે જ ભાવનાનો પુરુષાર્થ આદર્યો તો બાહુબલજી અધવચ્ચે ઊભા રહી ગયા ! એ સદૂભાવનાના વેગમાં જે ચઢ્યા, એ પ્રસંગ બહુ વિચારવા જેવો છે. માણસ એકાદ વાર પાપ કરવા માટે પ્રેરાયો છતાં પાછો ફરી શકે છે, જો કોઈ સદ્વિચારને મનમાં જગા આપે. નહિતર તો અભિમાન એટલી બૂરી ચીજ છે કે એ અનર્થમાં ક્યાં ને ક્યાં સુધી તાણી જાય એનો પત્તો ન લાગે ! પેટ ભરવા પૂરતાં જ પાપ કરવાં પડે એ જુદી વાત, પણ માણસ અભિમાનને પનારે પડ્યો કેટલાં ય નિરર્થક નઠારાં પાપો આચરે છે ! મોટે મોટા કલેશ અને લડાઈઓ, જોશો તો જણાશે કે, અભિમાનના પાયા ઉપર મંડાયા હોય છે. માણસ લાખોની કમાઈ કર્યા પછી પણ જો અહંકાર કરે છે કેહું બુદ્ધિમાન, મારા વેપાર સવળા જ પડે છે, બીજાને શું આવડે છે ?" તો પછી એ મોટા વેપારના જોખમ ખેડે છે અને આવેલા લાખો રૂપિયા તો શું, પણ ઉપરથી બીજા ય ગાંઠના કેટલાય ગુમાવે છે ! એમ, સમાજમાં જરા પ્રતિષ્ઠા મળી એના પર અહંકારમાં ચઢે ઉપાધિ થી સમાધિ તરફ 5 5