________________ માર્ગ, એજ ને ? ચિત્ત અને સંભૂતિ પણ લોકોનો પરાભવ પામવાથી આપઘાત કરવા જ જંગલના માર્ગે દોડ્યા જતા હતા, પરંતુ ભાગ્યશાળી હતા તે એમને મુનિ સલાહકાર મળ્યા ! જગતમાં બધું જ છે, પરંતુ એ મળવા માટે પોતાનું ભાગ્ય જોઈએ. સકલ પદારથ હૈ જગમાંહી, ભાગ્યહીન નર પાવત નાહીં.” ભાગ્યની આથી શી સાબિતી જોઈએ છે ? અમુકને વસ્તુ સહેજે મળી આવે છે. બીજાને પ્રયત્ન છતાં નથી મળતી, એમાં ભાગ્ય સિવાય બીજું શું કારણ કહી શકાય ? ભાગ્યના વિશ્વાસ કરનારી આર્ય પ્રજામાં આજના જેવા રગડા-ઝગડા કે ભારે દુર્ગુણો ને અપકૃત્યો નહોતા. પ્રશ્ન થશે કે, પ્ર.- શું ભાગ્યની શ્રદ્ધા નિર્બળતા નથી લાવતી? ઉ.- ના, નિર્બળતા તો જયાં ભાગ્યની શ્રદ્ધા નથી ત્યાં હોય છે; કેમકે શ્રદ્ધાના અભાવે સત્કૃત્યો કરવાની તાકાત નથી, ને ગમે તેવાં ઘોર પાપાચરણ કરતાં એ અચકાતા નથી. એ નિર્બળતા નહિ તો બીજું શું છે ? ત્યારે યથેચ્છપણે પાપ કરવા એ શું બહાદુરી છે ? ખરી રીતે ભાગ્યની શ્રદ્ધા તો જીવનમાં ઊભી થતી કેટલીય વિષમતાઓ અને સમસ્યાઓનાં સમાધાન કરી આપે છે. ભાગ્ય પર વિશ્વાસ કરનારો માણસ તેવા તેવા સંયોગ કે પરિસ્થિતિમાં બહુ આકુળ-વ્યાકુળ અને અસહિષ્ણુ બનવાને બદલે આ તો નિશ્ચિત ભાગ્યનું પરિણામ છે, એમ સમાધાન શોધી લે છે, ને એ સમાધાનવૃત્તિના હિસાબે વિહળતા, કુવિકલ્પો, ષ વગેરેથી બચી જાય છે. ધંધામાં પૈસા ગુમાવ્યા, ભાગ્ય પર વિશ્વાસ કરનારો મન વાળી લે છે કે- “આપણું ભાગ્ય નહિ તેથી આમ બન્યું. એમાં બીજાનો દોષ નથી. હમણાં ભાગ્ય નબળું છે તો ખોટું સાહસ ખેડવાનું રહેવા દો. તેમ, ભાગ્યને સબળ બનાવનાર પરમાત્મા છે, ધર્મ છે; માટે એમની વધુ ઉપાસના કરવા દો..' વગેરે. ઉપાધિ થી સમાધિ તરફ