________________ સત્તરનું જોર : આમ જોર મિથ્યાત્વશલ્યનું છે. પણ સત્તરમાં એ જાતિનું જોર છે કે એ સત્તર જીવનમાં જો વધારે કૂદતા-મહાલતા થાય, તો એ દૂર બેઠેલા અઢારમાને પોતાની પાસે લાવીને બેસાડે. મિથ્યાત્વ-શલ્ય, સલામત હોય તો સત્તરે પાપસ્થાનક કે તેમાંનું કોઈ પણ આત્માનું સત્યાનાશ વાળે. હિંસા હોય તથા સાથે મિથ્યાત્વ હોય તો શું થાય ? બેફામ લેઆમ. જગત પર હત્યાકાંડ મચ્યા તે એથી. દુશ્મનને શું નબળા માત્રને બેસાડી દેવા, બસ એક લગની ! મિથ્યામતિના યોગે ત્રણ લાખની વસ્તિવાળા શહેરનો વસ્તિ સાથે બોંબમારાથી સંહાર થયો ! મહત્ત્વ મિથ્યાત્વના ત્યાગનું છે : મિથ્યાત્વ હોય તો સત્તર કે તેમાંનું એક પણ પાપસ્થાનક આત્માનો કચ્ચરઘાણ વાળે. સત્તર હોય કે તેમાંનું એક હોય પણ મિથ્યાત્વ ન હોય તો એટલો કચ્ચરઘાણ ન નીકળે. હિંસા ખરી પણ મિથ્યાત્વ નહિ એવા દષ્ટાંતો વિચારો. મહાશ્રાવક ચેડા મહારાજા જેવા યુદ્ધમાં ઉતર્યા છે, બાહુબલી જેવાએ ભરત સામે સંગ્રામ ખેલ્યા છે. વેપાર હિંસાનો કે બીજું કાંઈ ? યુદ્ધમાં સગા ભાઈની સામે ઉતરીને બાહુબલી એવા લડ્યા કે જોનારનાં કાળજાં કંપી ઉઠે. એવી હિંસામાં પડે છતાં મિથ્યાત્વશલ્ય ન હોય તો પરિણામ શું ? એ પાપ આત્માનું એવું સત્યાનાશ ન કાઢે. ઊંધો અર્થ ન કરતા, ન સમજતા કે મહારાજે હિંસાનું મહત્ત્વ ગાયું. મહત્ત્વ હિંસાનું નથી, મિથ્યાત્વના ત્યાગનું છે. પાપચાનકથી ધર્મ ન થાય : એમ બાર મહિના સુધી બાહુબલી કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. અભિમાનથી ? ના. ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસગણિ મહારાજ કહે છે, - જો ધર્મ મદથી થતો હોય તો બાહુબલીને ભયંકર જંગલમાં તપ કરવાની જરૂર નહોતી, બીજા ઘણા પ્રકાર હતા. એ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા, ટાઢ-તડકો એમણે વેક્યો તે પરિણામ મિથ્યાત્વના ત્યાગમાંથી જન્મે ઉપાધિ થી સમાધિ તરફ 43