________________ હતું, નહિ કે અભિમાનમાંથી. માન્યું કે- “મારા નાથે કહ્યું છે કે ચારે આહારનો ત્યાગ કરાય, જમીન પર બેસવા સરખાની વાત નહિ, ઘોર ગરમી કે કાતીલ ઠંડીમાં પણ કાઉસ્સગ્ગ ધ્યાનથી ન ચૂકાય, જગતની માયાનો ઉત્તર પણ ન દેવાય, કોઈ મારવા આવે તો ચસકાય પણ નહિ, તો કેવલજ્ઞાન થાય.' કહો, બાહુબલીનું કાઉસ્સગ્ગ ધ્યાને રહેવું એ અભિમાનથી છે કે મિથ્યાત્વશલ્યના ત્યાગથી ? એમણે શું કર્યું, જરા વિચારો ! બાર બાર મહિના કેવી રીતે ઊભા રહ્યા ! શરીરે વેલડીઓ વીંટાણી, દાઢે વધાર્યું તેમાં ચકલાએ માળા ઘાલ્યા, સિંહાસને બેસનાર એક વખતના ફક્કડલાલ બાહુબલીની કાયામાં (દાઢીમાં) પંખેરા માળા ઘાલે છે. શરીરની શુશ્રુષા કરતા નથી, સારસંભાળ લેતા નથી; શું આ અભિમાનથી ? ના. અભિમાન તો પાપસ્થાનક છે. એણે તો માત્ર નાના ભાઈ પાસે નમવા જવાથી અટકાવ્યા. બાકી ચારિત્ર લઈ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા, એ તો પ્રચંડ ધર્મ-ધગશથી, ગર્વ તો પાપસ્થાનક છે, પાપસ્થાનકથી ધર્મ ન થાય. ધર્મ તો મિથ્યાત્વના ત્યાગથી થાય. તુલનામાં પાપને મહત્ત્વ ન આપતા. ભરતે અન્યાય કર્યો ત્યારે બાહુબલીએ મૂઠી ઉગામી હતી ! : એજ બાહુબલી યુદ્ધમાં હિંસા કરતા હતા પણ મિથ્યાત્વ નથી, એટલે હિંસાના વ્યાપારમાં પણ મિથ્યાત્વના ત્યાગે, એના તાલ પર ટકોરો માર્યો, હૃદયમાં જઈને ભંભા વગાડી-હાં-હાં, ભાઈને મારવા ઊભો થયો ?" યુદ્ધમાં એ કેવા સમર્થ હતા ! છતાં મિથ્યાત્વશલ્ય નથી તો એ ભાઈને મારવા ઊભો થયો ?' યુદ્ધમાં એ કેવા સમર્થ હતા ! છતાં મિથ્યાત્વશલ્ય નથી તો એ ભાઈને મારવા ઊભા રહે ? કરોડોની મેદની જોઈ રહી હતી, દેવતાઓ જોઈ રહ્યા હતા, એમને ભય હતો કે હવે બાહુબલીની મૂઠીથી ભરતનું શું થશે ! ભરત ન જીવે !! ભરતના દંડે બાહુબલીનો મુગટ માત્ર તૂટે છે, જ્યારે બાહુબલીના દંડે ભરતના કવચ તૂટે છે. ભરત પણ ચક્રી છે, એમના ફટકાથી બાહુબલી ઉપાધિ થી સમાધિ તરફ 44