________________ સલાહના આધારે કક્ષાનું માપ : જો જો, માણસ કોઈને જે રસ્તો બતાવે છે એ પરથી માપ નીકળે છે કે પોતે કેટલી કક્ષામાં છે. સલાહકારની જેવી કક્ષા તેવા માર્ગની સલાહ મળવાની. બીરબલને દંડ કરવા એના કહેવાથી બાદશાહે ભંગીઓની સલાહ માગી, તો એમણે સાડી ત્રણ કોડી (અર્થાત્ સિત્તેર) રૂપિયાનો દંડ કરવાની સલાહ આપી; કેમકે ભંગીની કક્ષા એટલી બધી નીચી હતી. નાગકેતુના જીવે પૂર્વ ભવમાં શ્રાવક મિત્રની સલાહ માગી કે મને ઓરમાન માતા બહુ હેરાન કરે છે, તો હું શું કરું ?' મિત્રની આત્મિક કક્ષા ઊંચી હતી તો એવા માર્ગની સલાહ દીધી કે “જો, પૂર્વ જન્મમાં તે તપ નથી કર્યો તેથી તારે આ પરાભવ સહન કરવો પડે છે. માતા ઉપર દ્વેષ ન કરીશ; તપ કર.” એમ કહીને પર્યુષણમાં અક્રમની તપસ્યા કરવાનું બતાવ્યું. એ સલાહ મળવાના પરિણામે તો એ નાગકેતુ તરીકે શ્રીમંતપુત્ર થઈ જન્મ પછી તરત પૂર્વ જન્મના સ્મરણવાળો બની અઠ્ઠમ કરનારો થયો ! અને ધરણેન્દ્ર એનું સન્માન કર્યું !... યાવત્ નાગકેતુ તે ભવમાં મોક્ષગામી બન્યા ! સલાહની તો ચમત્કારિક અસર છે. આપણે બીજાને અવસરે અવસરે કેવી સલાહ આપીએ છીએ એના પર આપણી કક્ષાનું માપ નીકળે છે. આપણા હૃદયમાં સાત્વિક ભાવનાઓ અને ઉમદા આદર્શો રમતા હોય તો કક્ષા ઊંચી ગણાય, અને એમાંથી બીજાને ઉચ્ચ માર્ગદર્શનની સલાહ અપાય, ત્યારે એવું પણ બને છે કે દિલ કદાચ એટલે ઉચ્ચ ન હોય પરંતુ બીજાને સલાહ સારી ઉમદા આપતાં આપતાં ય દિલમાં ઉચ્ચતા આવતી જાય છે. ભાગ્યની સાબિતી : બ્રાહ્મણે બિચારે જોયું કે આ ચન્દ્ર આપઘાત કરવાનો નિર્ણય કહે છે, તો એને એનો યોગ્ય માર્ગ દેખાડું. એટલે ? સારા આપઘાતનો ઉપાધિ થી સમાધિ તરફ