________________ આપઘાતનો બીજો રસ્તો કહે છે : મુનિએ તો ચિત્તસંભૂતિને ચારિત્ર અને તપના માર્ગે ચઢાવી દીધા, પરંતુ અહીં તો બ્રાહ્મણ ચન્દ્રને કહે છે, “જો તારે મરવું જ હોય તો આ સામે દેખાતા પર્વત પર એક “કામિતપતન' નામનું પતન સ્થળ છે, તેના ઉપરથી જે ઇચ્છાનો સંકલ્પ કરીને માણસ પડતું મૂકે છે ને મરે છે, તેને તે ઇચ્છા પછીના જન્મમાં સફળ થાય છે. માટે આપઘાત જ કરવો હોય તો ત્યાંથી પડીને કર.” ઢ, નિર્વિકાર મન બનાવવા શું કરવું? ચન્દ્રના પગમાં આ સાંભળીને જોર આવ્યું. બ્રાહ્મણે મનગમતું કહ્યું ને ? બસ, આ વાત છે કે આપણી ઇચ્છાને અનુકૂળ કોઈ કહે, કે અનુકૂળ કોઈ વર્તે તો આપણે ખુશી-ખુશી ! સ્વાર્થ લગનીનો આ નાચ છે. સ્વેચ્છાની ગુલામીનું આ એક પ્રદર્શન છે. અને ઇચ્છાની પૂર્તિ પરનો આનંદ એ ઇચ્છાની સફળતા ન થવા પર ઉદ્વેગને અવકાશ આપે જ છે. “થયું તો વાહવાહ અને ન થયું તો ય વાહવાહ,” એવું માનસિક સમતોલપણું ક્યારે આવે ? મનવાંછિત બનતું આવ્યું કે ઝટ એના પર હરખાયા, એથી નહિ. એ તો મનને ઘડતા રહેવું પડે, ટીપતા રહેવું પડે, ને એવું કઠિન બનાવતાં રહેવું પડે કે બાહ્ય સંયોગ-વિયોગો થવા પર એ લેવાઈ ન જાય, આનંદ-ઉદ્વેગની પીગળામણ ન અનુભવે, રતિઅરતિના વિકારે વિકૃત ન થાય. વર્ષોના સતત અભ્યાસનું આ કાર્ય છે, એક બે પ્રસંગનું નહિ. અનેકાનેક પ્રસંગોમાં મજબૂત રહી રહીને મનને પીગળતું, લેવાઈ જતું, ને વિકૃત થતું અટકાવવાનો અભ્યાસ કર્યો જવાય, ત્યારે એવું દઢ મન, નિર્વિકાર મન તૈયાર થાય. ચન્દ્ર પર્વત પરથી પડવા જાય છે ? ચન્દ્ર બ્રાહ્મણનો ઉપકાર માન્યો, ને ત્યાંથી જઈ પર્વત પર ઝપાટાબંધ ચઢી જાય છે. ભારે ઉછરંગ છે પડતું મૂકી કુટાઈ છુંદાઈ જવાનો. કહો, આવું પર્વત પરથી ખીણમાં પટકાઈ મરવાનો ઉત્સાહ 36 ઉપાધિ થી સમાધિ તરફ