________________ એવું થાય છે. સમાધાનવૃત્તિવાળાને એવું કાંઈ થતું નથી. જેને પોતાના મનથી સમાધાન કરતાં નથી આવડતું એને તો કેટલીક વાર જિંદગીભરના અંટસ ઊભા થઈ જાય છે, ઉપરાપર કલેશ જમ્યા કરે છે... કેટલું ગણવું ? મન મર્યા પછી દુઃખ નથી : ચિત્ત અને સંભૂતિને ઊંચી કક્ષાવાળા મુનિ મળ્યા તો એમણે ઊંચી સલાહ એ આપી કે - મહાનુભાવ ! તમે જો આપઘાત કરી કાયાનો સર્વનાશ કરવાની શૂરવીરતા ધરાવો છો, તો એના કરતાં તો કાયાને કષ્ટ પડે એવી ત્યાગવૃત્તિ અને તપસ્યા આદરવાની બહાદુરી કાં નથી કરતા?” આપઘાતથી તો દુ:ખ ઊભાં રહેશે, અહીંના દુ:ખ કરતાં ભાવી જન્મના ભારે દુઃખના ભોગ થવું પડશે. ત્યારે, સંયમ અને તપથી તો દુ:ખના કારણભૂત આત્માનાં પાપ બળીને સાફ થઈ જશે. તો આવી સુંદર તક શા સારુ ગુમાવો ? માનજો ને કે- “મરીને બધું મૂકવું'તું, ‘દેખવું નહિ ને દાઝવું નહિ એમ એ બાબતનું મન પણ મૂકી દેવું'તું, તો અહીં જીવતા રહી સંયમ અને તપમાં ચઢીને પૂર્વનું મન વિસારે કાં ન પાડી દઉં ?" જે મન પલટાઈ ગયા પછી દુઃખ ક્યાં રહેવાનું છે ? મન મરીને મૂકાય તો જીવતા ન મૂકી શકાય ? : વાત પણ સાચી છે કે જીવનમાં મોટું પણ કોઈ નુકસાન ઊભું થઈ ગયું છતાં જો પછી મન એમાં ન લઈ જાઓ તો દુઃખ નહિ લાગે; ત્યારે, નાના પણ નુકસાનમાં જો મન ગયા કરશે તો દુ:ખ લાગ્યા જ કરશે, તો જો મરીને મનને મૂકી શકાય, તો શું જીવતા ન મૂકી શકાય ? સુખમય જીવન જીવવું હોય અને ઉજ્જવળ કાર્યો કરતાં રહેવું હોય તો આ એક ઉપાય છે કે જૂની નુકસાનની વાતોના વિચાર કે સ્મરણ મૂકી દેવા. ઉપાધિ થી સમાધિ તરફ 35