________________ ઇચ્છા ને મરવા માત્રથી ધાર્યું મળે ? : એ તો મનમાં એ કામના રાખે છે કે- “મરીને આગળના જીવનમાં દુનિયામાં મહાન નામ કાઢે ! ને આખી દુનિયા મને સન્માને !' કેમ જાણે ફરી તરત મનુષ્યભવ મળશે, અને એ પુણ્યાઈને યોગ્ય સુકૃત વિના જ ખાલી ઇચ્છવા તથા પટકાઈ મરવા માત્રથી એવી વિશ્વ વ્યાપી નામના અને લોક-સન્માન મળી જશે ! મળે ? એમ મળતું હોય તો તો જિંદગીભર પાપાચરણ, જુલ્મ, ને અનાડીપણું વગેરે કરીને અંતે આટલું કરી લે એટલે પત્યું ! બધાં દુષ્કૃત્યો માફ ! પણ એવું નથી. સુકૃત વિના દુન્યવી સુખ-સૌભાગ્ય અને સન્માન-સુયશ મળવા ક્યાં નવરા પડ્યા છે ? આ બધું ખૂબ જોઈતું હોય તો દેવગુરુ-ધર્મની સાધનાના ખૂબ ખૂબ સુકૃતો આચરો, પરમાર્થ સેવો, ઇન્દ્રિયો અને મનના સ્વેચ્છાચાર અટકાવો. પણ આ બધું ન બનવામાં કારણ જોશો તો પેલી આધિ-વ્યાધિઉપાધિના તોફાન જ દેખાશે. ત્યાં એટલો વિચાર નથી કે આધિવ્યાધિનાં તોફાનમાં સુખનું સંગીત બજી રહ્યું છે કે સંતાપના આર્તનાદ ઉઠી રહ્યા છે ? આનંદના સુખદ શ્વાસ ચાલી રહ્યા છે કે ઉગના નિસાસા નંખાઈ રહ્યા છે? ચન્દ્ર શું કરે છે, “સબૂર !' એવો અવાજ કોનો છે, પછી શું થાય છે, એ બધું જોવાનું છે, પણ તે પહેલાં એટલું કરવાનું છે કે આધિ-વ્યાધિ-ઉપાધિ એ સંતાપકારી છે, એ બરાબર હૈયે ચી જાય, અને આજની દુનિયાની નવી જાતની આધિઓ, લેવા-દેવા વિનાની માનસિક ચિંતાઓ, તથા વધતી જતી ઉપાધિઓ અને પાછાં એનાં ગવાતાં ગુણગાનમાં આકર્ષાઈ ન જવાય ! હિસાબ તો તપાસો! આવી આધિ-વ્યાધિ-ઉપાધિની ભડભડ બળી રહેલી જવાળાઓનો તાપ મિટાવવાને જગતમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના સિવાય બીજું કોઈ ઔષધ નથી. અનુભવમાં હોય તો લાવો, બતાવો ! રત્નત્રયીની સાધનામાં કશી ચિંતા નહિ, ધારીએ ત્યારે ઉંઘ આવે, ઉપાધિ થી સમાધિ તરફ 4 )