________________ નાખવાનું ? ને તામસીવૃત્તિને જગાવવા ખીલવવાની ? તામસીવૃત્તિના ફળરૂપે શું તામસી હલકા ભવોની હારમાળા મળે કે સાત્ત્વિક ઊંચા ભવની હારમાળા ? આજે પૂર્વના રાજ્યાધિકારીઓ અને કર્મચારીઓ કરતાં આજના કાળના રાજયાધિકારીઓ અને કર્મચારીઓમાં લાંચરુશ્વતનો સડો ભયાનક વકરેલો કેમ દેખાય-સંભળાય છે ? એજ કારણ કે એમના દિલમાંથી સત્ત્વનાં તેજ હણાઈ ગયાં છે, ને તામસભાવનાં ઘોર અંધકાર પ્રસરી ગયાં છે; તેથી અનીતિ-અસત્ય વગેરે ચાલી રહ્યા છે. રહનેમિએ સત્ત્વ ગુમાવ્યું : અરે ! ઇતરધર્મી તો શું, પણ શ્રાવક કે સાધુ પણ જો સત્ત્વ હણી નાખે તો એ ય સન્માર્ગ, સદાચાર અને સબુદ્ધિ ખોઈ બેસે છે ! રહનેમિ મુનિવર તો તીર્થંકર પ્રભુ શ્રી નેમનાથના ભાઈ ને ? છતાં સાધ્વી રાજીમતીને ગુફામાં વરસાદભીનાં વસ્ત્ર શરીર પરથી ઉતારતી જોઈ ક્ષોભાયમાન થયા અને સત્ત્વ ગુમાવ્યું, તો એની આગળ ભોગની માગણી કરતાં ખચકાયા નહિ ! એ તો સારું થયું કે રાજીમતી સાવધાન હતા, સ્થિતપ્રજ્ઞ હતા, તો રહનેમિને પ્રતિબોધ કરી પાછા સત્ત્વવાળા બનાવ્યા ! ને માર્ગસ્થ કર્યા ! બાકી સત્ત્વ ગુમાવ્યાનું ખતરનાક પરિણામ કેવું ? આજના કેટલાય જૈનોમાં પણ સત્ત્વહીનતાના કારણે વિકસતા દુર્ગુણ-દુષ્કૃત્યોનાં નાટક દેખાય છે ને ? તમારે એથી બચવું હોય તો સાત્ત્વિક બન્યું જ છૂટકો છે. સત્ત્વની રક્ષા કર્યે જ નિતાર છે. એક સત્ત્વરક્ષા કેઈ અનર્થોથી બચાવે છે. કડી ધ્યાનમાં રાખો : ત્યારે આ પણ સાથે સમજી રાખજો કે સત્ત્વ ગુમાવવામાં મોટું નિમિત્ત આધિ અને ઉપાધિ છે, ચાહીને નોતરેલી વ્યાધિ છે. એટલે એ આવ્યું કે, આ ઊંચા ભવના મહાન લાભો ગુમાવવાનું, પરભવ ભારે કરવાનું, ને દીર્ઘ દુર્દશાની પરંપરા ઊભી કરવાનું ન ખપતું હોય, તો દુર્ભાવના, 30 ઉપાધિ થી સમાધિ તરફ