________________ ને ? જ્યાં દરિયામાં ડૂબાડૂબ સ્થિતિમાં હોય, ને પાટિયું હાથ લાગે ત્યાં જીવવાનો લોભ તત્કાલ એને હાથમાં પકડાવી જ દે. પણ મુશીબત અહીં એ છે કે સંસારમાં ડૂબાડૂબ સ્થિતિમાં ધર્મનું આલંબન મળે છે તે પકડવું નથી ! કેમકે ડૂબાડૂબ લાગ્યું છે કોને ? પાટિયાના આધારે ચન્દ્ર સમુદ્રતટે કોઈ દ્વીપના કિનારે આવ્યો. થાક્યો છે ભારે, એટલે થોડી વિશ્રાન્તિ લે છે. ચન્દ્રની નિરાશા : પછી વિચાર કરે છે, “હવે શું કરવું ? બધાના ના કહેવા પર નીકળ્યો, અને બધું ગુમાવ્યું, હવે તો આ સ્થિતિમાં એમને માં શું બતાવું ? મારે ઘેર તો જવું જ નથી. ત્યારે હવે આગળ જઈને ય શું કરું ? પાસે કાંઈ જ રહ્યું નથી તો શેના પર વેપાર પણ થાય ? ત્યારે આપકમાઇની ટેકવાળો હું શું કોઈની નોકરી-ગુલામી કરું ?.. અરેરે ! મારે કેટલું બધું દુઃખ આવ્યું ! હવે ક્યાં જાઉં ? શું કરું ?' સંયોગને પરવશ : જે ચન્દ્ર એક વખત ભારે ગુમાન કરતો હતો એ જ અત્યારે ગરીબડો થઈ ગયો છે. તમે કહેશો કે “સંયોગો ફરી ગયા ને ?' તો વિચારવા જેવું છે કે સંયોગો પર માણસનો કાબૂ કે માણસ પર સંયોગોનું નિયંત્રણ ? સંયોગ માણસના ગુલામ કે માણસ સંયોગોનો ગુલામ ? સંયોગને તો આવવું હોય ત્યારે આવે છે, ને જવું હોય ત્યારે જાય છે. જો માણસ સંયોગોનો ગુલામ છે, અર્થાત્ સંયોગોને ધાર્યા કાબૂમાં રાખી શકતો નથી, ઇષ્ટ સંયોગોને ધાર્યા કાબૂમાં રાખી શકતો નથી, ઇષ્ટ સંયોગોને ધારણા મુજબ નથી તો ઊભા કરી શકતો કે નથી ટકાવી શકતો, તેમ અનિષ્ટ સંયોગોને જો નથી હટાવી શકતો કે નથી ઉપાધિ સમાધિ તરફ