________________
- ૧ - આગમ જાણો ! – જ્યારે પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજે મૂળસૂત્ર અને નિયુક્તિ બન્નયના અર્થોને વિસ્તારથી સમજાવવા માટે સંસ્કૃત ટીકાની રચના કરી છે અને એ પૂર્વે એ મૂળસૂત્ર અને નિયુક્તિ બન્નેયના અર્થોને સમજાવવા માટે પૂર્વના સ્થવિર ભગવંતે સંસ્કૃત-પ્રાકૃત મિશ્રભાષામાં ચૂર્ણિ ગ્રંથની રચના કરી છે. જેના અધ્યયનથી શ્રી સૂયગડાંગજી સૂત્રના ઊંડા મર્મને પામી શકાય છે. કેવળ મૂળ માને એ રહસ્ય ન પામે ?
“સુરે, સમજે, સથે, નિત્તિ, સંg' ‘સૂત્રસહિત, અર્થસહિત, ગ્રંથસહિત, નિર્યુક્તિસહિત,
સંગ્રહણિ સહિત'.... - એમ “આવશ્યકસૂત્ર' આગમમાં જણાવ્યું છે.
આગમ ભણવા જોઈએ. તો જ એનો સાચો પરમાર્થ હાથમાં આવે. અંગ વગેરે આગમગ્રંથોનાં મૂળસૂત્રોને સમજવા માટે તેના ઉપર ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકા ગ્રંથોની પૂર્વના વિવિધ મહાપુરુષોએ રચના કરીને આપણા સૌના ઉપર અનહદ ઉપકાર કર્યો છે. મૂળસૂત્ર સાથે ભાષ્ય વગેરે ચારને જોડતાં એને આગમ પંચાંગી કહેવાય છે. આ આગમ પંચાંગી ન હોત તો માત્ર મૂળના સહારે તારક પરમાત્માની વાણીના મર્મને પામવા માટે આપણે ક્યારેય સભાગી બની શક્યા ન હોત. આમ છતાં મોહાંધકારમાં ડૂબેલા એવા પણ મતો છે કે, જે આગમ પંચાંગીને ન માનતાં માત્ર મૂળને જ માને છે. તેમના હાથમાં આગમનાં રહસ્ય ક્યારેય આવ્યાં નથી અને આવવાનાં નથી. એવું એમને પણ ઊંડે ઊંડે લાગવા માંડ્યું છે. એટલે આગમનાં મૂળસૂત્રોનો અર્થ કરવા માટે એમણે પણ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાનો સહારો લેવાનો ચાલુ કર્યો છે. આમ છતાં અપ્રમાણિકતા એટલી છે કે, એ પછી પણ એ ભાષ્ય વગેરેને પ્રમાણભૂત માનતા નથી. જેને લઈને તેઓ આગમના આરાધક બની શકતા નથી.
નિર્યુક્તિકારશ્રી પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિર્યુક્તિની પહેલી ગાથામાં “જિનોમાં શ્રેષ્ઠ એવા તીર્થકર ભગવંતને અને સૂત્રકાર અગ્યારે ગણધર ભગવંતોને નમસ્કાર કરીને ભગવાન સૂત્રકૃતાંગની હું નિર્યુક્તિ બનાવીશ,” એમ કહીને મંગળ કર્યું અને નિર્યુક્તિ બનાવવાની પ્રતિજ્ઞા કરી. આ ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org