Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ જન : 59:/C55S = આ ' * * કાર अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः॥ પુસ્તક ૩ ]. વિ. સં. ૧૯૬ : વૈશાખ [ અંક ૧ - - ત્રીજા વર્ષે આ અંકથી “સુવાસ” તેના ત્રીજા વર્ષમાં પ્રવેશે છે. પહેલાં બે વર્ષના તેને અનુભવ ધાર્યા કરતાં કંઈક વિશેષ કડવા નીવડયા છે. પહેલા વર્ષે તેણે અણધારી આર્થિક ખોટ અનુભવી, છતાં બીજા વર્ષમાં એણે પ્રવેશ કર્યો–એવી આશાએ કે આ વર્ષમાં તે એ ખોટ ઘણી હળવી બનશે. પણ યુદ્ધના સંયોગે કે એવાં જ બીજાં કારણે ધાર્યું પરિણામ તે ન જ આવ્યું. આમ છતાં એ ઉત્સાહભેર ત્રીજા વર્ષમાં પ્રવેશે છે–એવી ચેસ ભાવના સાથે કે આ વર્ષમાં તે પ્રજા તેને આર્થિક ગણતરીએ પિતાનું કરી જ લેશે. અને એ ભાવના સફળ નીવડવાની અમને આશા છે. ગુજરાતી પ્રજા પરને અમારે વિશ્વાસ હજી કાયમ છે. ગયાં બે વર્ષમાં સુવાસે પિતાનું ચોક્કસ સ્થાન મેળવી લીધું છે. પ્રજા અને સાહિત્યકારોએ એને વધાવી લીધું છે; વર્તમાનપત્રોએ એની પ્રશંસા કરી છે તેના લેખે રસિક, અભ્યાસપૂર્ણ, નવીનતાભર્યા અને રોચક મનાય છે; સંખ્યાબંધ સામયિકે એવા લેખેને ફરી પ્રગટ કરવામાં ગૌરવ નિહાળ્યું છે; પ્રથમ પંક્તિના, પ્રતિષ્ઠિત ને ઊગતા તેજસ્વી લેખકેનો એને સહકાર મળ્યો છે. એના પ્રત્યેક અંકમાં વિષયવૈવિધ્યતા જળવાવા સાથે જ વસ્તુ અને વિચારમાં કંઈક ને કંઈક નવીન સામગ્રી દેખા દે છે. વાચકવર્ગના મોટા ભાગે એને ગુજરાતનાં ચાર-પાંચ અગ્રગણ્ય સામવિકેમાંના એક તરીકે ઓળખાવ્યું છે, કોઈકે એને “વસત” કહ્યું છે. તે ઘણાએ એને સાહિત્ય ’ના નવા અવતાર તરીકે વધાવ્યું છે. આ સ્થિતિએ અનેક આર્થિક મુશ્કેલીઓની વચ્ચે પણ અમારા ઉત્સાહને નવજીવન બક્યું છે. અને અમે ગમે તે સંગેમાં પણ ત્રીજું વર્ષ સફળતાપૂર્વક પાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. હિંદનાં બીજાં પ્રાંતિક સાહિત્યને મુકાબલે ગુજરાતી સાહિત્યની આર્થિક સ્થિતિ ઘણી કંગાલ છે. બીજા પ્રાન્તમાં સામાન્ય સામયિકા પણ પાંચ પાંચ હજારની ગ્રાહકસંખ્યા ધરાવે છે. જ્યારે ગુજરાતમાં અગ્રગણ્ય સામયિને પણ એક હજારને આંકડે પહોંચતાં આંખે પાણી આવે છે. ગુજરાતી પ્રજાના મેટા વર્ગને મફતિયું વાંચવાની ટેવ ફાવી ગઈ છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56