Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ સત્કાર - પ મૂલવવા જેવી છે. શ્રી. રાયચુરાના પ્રયત્નેને પણ આ પ્રવૃત્તિમાં તેમના ભેરુબંધ જેવા જ ગણી શકાય. k ડૉ॰ નાશીરવાન થૂથીના “ ગુજરાતના વૈષ્ણુવા ”તા મહાનિબંધ તથા દી. બા. નમઁદાશંકર મહેતા અને શાસ્ત્રી દુર્ગાશંકર જેવાનાં ગુજરાતના ઇતિહાસ તથા સાંપ્રદાયિક ધર્મનાં અન્વેષા, ગુજરાતને લક્ષ્યમાં રાખીને થયેલાં છે; અને તેથી તે સંભારવાં ધટે છે. આમ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસના અંગે થયેલા પ્રયત્નાની ઊડતી નાંધ આટલેથી પૂરી થાય છે. એ પુરાતત્ત્તિવદેશની પર‘પરામાં શાભે તેવી પ્રવૃત્તિ આદરનાર શ્રી મણિભાઈ દ્વિવેદી છે; અને ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસના ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતની વિશિષ્ટતા પ્રત્યે પહેલવહેલું આટલું ધ્યાન ખેંચનાર પણ શ્રી મણિભાઈ દ્વિવેદી છે, એમના આ અભ્યાસલેખા, તેમાં મહત્ત્વતા અને કિંમતી ઊમેરા કરે છે. તેમના “પુરાતન દક્ષિણ ગુજરાત ના પુસ્તકને આ દૃષ્ટિએ જ હું ખૂબ આવકારું છું; અને તેમને આવા અસામાન્ય વિષયમાં અસાધારણ રસ લેતા જોઇ પ્રસન્ન થાઉં છું અને સત્કારું છું. "" "" શ્રી. ર્માણુભાઇનાં પહેલાં લખાણા, પુસ્તકાકારે સન ૧૯૩૬ માં “ ૫૦૦૦ વર્ષ પૂર્વેનું ગુજરાત ” એવા નામથી પ્રકટ થયાં હતાં. ત્યારથી જ તેમણે ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએનું સારું ધ્યાન ખેંચ્યું છે. તે પુસ્તકના પુરસ્કર્તા શ્રી રમણલાલ દેસાઈના શબ્દેામાં લખીએ તે। “ તેમાં વિદ્વતા છે, રોાધન છે, સુટિત કલ્પના છે. ઇતિહાસ છે અને સ્વદેશાભિમાન છે. ” એમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના નદીપ્રદેશામાં વિકસેલી અને વિસ્તરેલી સંસ્કૃતિનું પ્રથમ ઊડતું દર્શન કરાવ્યું છે; અને ખાસ કરીને કામરેજ તથા નવસારીની આસપાસ વેરાયેલી પડેલી પુરાતત્ત્વની વિપુલ સામગ્રી પ્રત્યે અભ્યાસીઓની જિજ્ઞાસાને તેમણે જાગતી કરી છે. તેમના “ પુરાતન દક્ષિણ ગુજરાત ”ના આ ખીજા ગ્રંથમાં, ત્યાંના પ્રાચીન ઇતિહાસપર છૂટક પ્રકાશ પાડતા વધુ વિગતાવાળા લેખાતા સંગ્રહ છે. પૂછ્યું અને તાપીની ખીણાને પ્રદેશ, કુખેર ભંડારી જેવાં ડાંગનાં જંગલ અને ક્રાંકણપટી સુધીનેા સાગરકાંઠેના–એમાં વિવિધરંગી પુરાતન સંસ્કૃતિનાં મિશ્રણ થયાં હતાં. તેનું બયાન તેમણે પોતાનાં ભ્રમણેદ્વારા મેળવેલા કેટલાક પ્રાચીન અવશેષાને આધારે કર્યું છે. પુરાતત્ત્વવેત્તાને ભૂસ્તરવિદ્યા, માનવવંશવિદ્યા, લિપિ જ્ઞાન, મુદ્રાવિજ્ઞાન, ભાષાજ્ઞાન, ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય વગેરેના ઓછાવત્તા પરિચય ઢાવા બટે છે. અને એ સ` વિષયાનું કામચલાઉ જ્ઞાન શ્રી. મણુિભાઇએ એક શોખના વિષય તરીકે, પેાતાના ચાલુ વ્યવસાયમાંથી ઘેાડીક પળેા ફાજલ કાઢીને મેળવી લીધું છે. વર્તમાન ગુજરાતમાં જણાતી અભ્યાસશીલતાની મંદીના વખતમાં તેમને આવા વિદ્યાવ્યાસંગ ખરેખર પ્રશંસાને પાત્ર છે. છતાં એ બધું શીખી લેવામાં તેમને અનેક મર્યાદાઓ-સમય, સાધન અને દ્રવ્યના અભાવની નડી છે ધ્યાનમાં લેવાનું છે. ગુજરાતમાં પુરાતત્ત્વનાં અન્વેષણાને ધપાવવા માટે “ ગુજરાત રિસર્ચ સે।સાયટી ’ સ્થપાઈ છે. તેણે શ્રી મણિભાઇને જીવનિર્વાહની ચિંતામાંથી મુક્ત કરી, તેમના યાગક્ષેમનું વહન થાય તેવા વિચાર કરી, કૃત પુરાતત્ત્વ-અન્વેષણના કામે રેકી લેવા ધટે છે. અને પહેલાં પુરાતત્ત્વની દૃષ્ટિએ ઉપયેગી એવા એમના ગાઢ પરિચયવાળા દક્ષિણ ગુજરાતનાં એક દર ગામેા સંબંધી પ્રાથમિક નોંધે તેમની પાસે તૈયાર કરાવી લેવા જેવી છે; તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56