Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૪“સુવાસ : વૈશાખ ૧૯૯૬ દી. બા. રણછોડભાઈ દી. બા. કેશવલાલ ધ્રુવ, શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી, ડે. મણિલાલ ત્રિવેદી, આચાર્ય આનંદશંકર ધ્રુવ, પ્રો. હેડીવાળા, પ્રો. કેમિસેરિયટ અને પ્રો. બળવંતરાય ઠાકર જેવા સાહિત્ય તથા પુરાતત્ત્વના અભ્યાસીઓને ન ગણાવીએ તે તેમને અન્યાય થાય. પરંતુ અહીં તો તેમના દૃષ્ટિબિંદુને અનુલક્ષીને લખવું પ્રાપ્ત થાય છે કે અખિલ હિદને સ્પર્શ કરતા અભ્યાસવિષયમાં તેમનું ધ્યાન રહેવાને લીધે, કેવળ ગુજરાત માટે–ગુજરાતની અનોખી સંસ્કૃતિ માટે-ન પૂરય એવી જિજ્ઞાસાની તમન્ના તેમનામાં દુર્ભાગ્યે જાગી નહતી. શ્રી. રણજિતરામને “ગુજરાતની એકતાના લેખમાં, અને કવિ ન્હાનાલાલની “ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશની કવિતામાં ગુજરાતના અને ગુજરાતીઓના સાંસ્કારિક વ્યક્તિત્વને સંભારવામાં આવ્યું છે. તે જ પરંપરામાં થયેલું કનૈયાલાલ મુનશીનું “ગુજરાત-એક સાંસ્કારિક વ્યક્તિ”નું વ્યાખ્યાન, શ્રી. રમણલાલ દેસાઈને ગુજરાતી પ્રજાનું ઘડતર ” લેખ, શ્રી. કેશવલાલ કામદારનું “ગુજરાતની સંસ્કૃતિનું ઘડતર”નું લખાણ, તથા શ્રી રત્નમણિરાવનું “ગુજરાતની સંસ્કૃતિનું વિહંગાવલોકન” તથા ગુજરાતના વહાણવટા સંબંધી તથા તેના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ સાંસ્કૃતિક દૃષ્ટિએ લખાયેલ લેખસમૂહ–આ બધાં આ દિશામાં થયેલાં યાદ રાખવા જેવાં ચિતને છે. પૂજય ગાંધીજીનું નામ, જીવનના ગમે તે વિષયની વાત કરવાની હોય તે પણ સંભાર્યા વગર ચાલવાનું નથી. તેમણે જન્માવેલાં રાષ્ટ્રીય કેળવણીનાં આંદોલનને પરિણામે ગુજરાતમાં ‘પુરાતત્વ મંદિર સ્થપાયું; અને ગુજરાતને ઈતિહાસ, તેનું સાહિત્ય, તેની કલા વગેરેના અભ્યાસનું પુનઃસંસ્મરણ કરવામાં આવ્યું. મુનિ શ્રી જિનવિજયજી, પંડિત બેચરદાસ, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રામનારાયણ પાઠક, શ્રી કાકા કાલેલકર વગેરે તેના આદિ અભ્યાસકે બન્યા. આમાંના કેટલાક આ પહેલાં પણ આ ક્ષેત્રમાં છૂટું છવાયું કામ કરી રહ્યા હતા. તેમની સાથે મુનિશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી પુણ્યવિજયજી જેવા મુનિ મહારાજે તથા શ્રી ચીમનલાલ દલાલ, શ્રી મેહનલાલ દેસાઈ, ડો. ત્રિભુવનદાસ તથા પંડિત લાલચંદ ગાંધી જેવા વિદ્વાનોના ગુજરાતના પુરાતત્ત્વની દિશામાં થયેલા પ્રયત્ન પણ સર્વથા નેંધપાત્ર છે. શ્રી ગિરિજાશંકર આચાર્ય તથા રણછોડલાલ જ્ઞાની અને શ્રી ડિસક્કરને ફાળે પણ જાણવા જેવો છે. દી. બા. ઝવેરીનાં “મુસલમાની સંપર્કને લીધે ગુજરાતીઓ પર થયેલી અસરનાં સૂક્ષ્મ અન્વેષણ પણ ન ભૂલી શકાય. શ્રી રવિશંકર રાવળનાં તથા ડો. હરિપ્રસાદ દેસાઈનાં ગુજરાતના ફલાવૈભવ સંબંધનાં લખાણ તથા શ્રી જગન્નાથ પાઠકના ગુજરાતના શિલ્પ, સ્થાપત્ય ઉપરાંત ગુજરાતના રાચરચીલા સંબંધીને લેખો ગુજરાત પ્રત્યે મમતા ઉત્પન્ન કરાવનારા છે. શ્રી ન્હાનાલાલ ચમનલાલ મહેતાએ હિંદી ચિત્રકલાના ઇતિહાસમાં ગુજરાતી ચિત્રકલાની એક મહત્વના અંકડા તરીકે કરાવેલી ઓળખાણ તથા શ્રી સારાભાઈ નવાબે તેના સમર્થનમાં પ્રસિદ્ધ કરેલાં નવાં વિપુલ સાધવાળો ‘ચિત્રકલ્પદ્રુમ” પણ ઉલ્લેખનીય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ધરાના પૂરાતનની, દાનાની, બહારવટાની તથા સતપરંપરા અને પરંપરાના સંગીત-ધનની કરાવેલી પિછાન પણ સાંસ્કૃતિક દષ્ટિએ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56