________________
યુદ્ધ-સંન્ય-સામગ્રી - ૪૩ એટલી નીચાઈએ આવતાં વિમાનને તેડી પાડી શકે છે. બોમ્બના ઘામાંથી બચવાને ભેચરા તૈયાર કરવામાં આવે છે. ઝેરી ગેસમાંથી બચવાને બુરખા શોધાયા છે. ધસતી આવતી ટેકને રોકવા જમીનને પોલી અને ભીની બનાવી દેવામાં આવે છે અથવા રસ્તામાં ભયંકર દારૂગોળ ગોઠવી તેને ઉડાડી મૂકી શકાય છે. સુરંગેના ભાગમાંથી બચવાને વીજળીના પટ્ટા શોધાયા છે–જે સ્ટીમરની આસપાસ બાંધતાં સુરંગેની વિનાશક અસર નબળી પડે છે. જંગી વિનાશક સાસ્ત્રી સાથે ધસી આવતાં દુશ્મન–પક્ષનાં સૈન્યને રોકવાને વિરાટ કિલ્લેબંધીઓ બાંધવામાં આવે છે. જર્મનીની એવી સીગફીડ કિલ્લેબંધીમાં પલાદને કોંકટીનના બાર હજાર કિલાઓ છે; ને ફાંસની અભેદ્ય લેખાતી મેજીનેટ કિલ્લેબંધીની પાછળ સાત અબજ ફાંકનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આવી ભયંકર શસ્ત્રસામગ્રી ને સંરક્ષકબળ તૈયાર કરતાં અબજો રૂપિયાનું ખર્ચ કરવું પડે છે ને એ ખર્ચનો ભાર જગતની નિર્દોષ પ્રજાઓના શિરે આવે છે.
વિનાશક સામગ્રી ઉપરાંત સૈન્યબળમાં પણ હવે હદ ઓળંગાવા માંડી છે. સોળ સોળ વર્ષના યુવાને, સ્ત્રીઓ કે વૃદ્ધોને પણ યુદ્ધદેવીના ચરણે ઊભા રહેવું પડે છે.
ને આ બધી સંહારલીલાનું મુખ્ય કારણગારી પ્રજાએ જગતની આદર્શ પ્રજાઓને કાબૂમાં લેવાને કરેલા યુદ્ધનીતિ અને અમર્યાદાને ત્યાગ છે. એ ત્યાગની પરંપરામાં માનવી આજે દાનવ બન્યો છે. એ ત્યાગનાં કડવાં પરિણામ આજે આખું જગત ભોગવી રહ્યું છે.
આ સ્થિતિમાંથી જગતે જે છૂટવું હોય તે શકિતશાળી પ્રજાઓએ નિર્દોષ પ્રજાઓને ગુંગળાવીને નિર્બળ, નિ:સત્વ કે કંગાલ બનાવી દેવાને બદલે એમને સ્વાતંત્ર્યહકક કબૂલી તેમને શક્તિ, સત્વ, સંપ ને સમૃદ્ધિને માર્ગે વાળવી જોઈએ. ને એ રીતે પોતાના પૂર્વજોનાં પાપનું પ્રાયશ્ચિત કરે તે જ તે પ્રજાઓ વિધિના ચક્રની ક્રૂર ગતિમાંથી અને જગત દાનવી સંહારલીલામાંથી બચી શકે.
શું ઘટે?
હિમણૂત”
(પૃથ્વી) મહાલયતણ મૂળ મહીંથી મસ્તકે પહોંચીને, કંઈક સહી યાતના, જીવન આખું નાવીને શહાદત તણી રચે ઊંચી દિવાલ હા! દેહની પરાર્થ કણરૂપમાં પરિણમી ય જાવું નકી! ન ગ તુજ હજી જગતણા પટે પખું હું, સુ તણી ન વાંછના, અવર કાજ હેમાય તું; તથાપિ જન-ષ્ટિમાં દલદ! સાવ બહાણ સામે, રહ્યો, પગતણી અરે ? હલકી લાતને પામતે ! શહાદત પરે ન જે કુલ ચડાવવાનું ગમે; શું ફર થઈ કેઈને અરર ! ઘૂંકવાનું ઘટે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com