Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 53
________________ છૂટાં ફૂલ-૪૫ જવાબદારીઓ તજી દીધી છે અથવા તે તે એમ માનતી બની છે કે આર્થિક અવદશાના કારણે તે એ જવાબદારીઓને અદા કરી શકે તેમ નથી.' આપણી પ્રજામાંથી જેમ બીજ રસ ઓગળી ગયા છે તેમ વિદ, ટીખળ કે હાસ્યરસ પણ ખૂબ સરતે જાય છે. પણ સ્વતંત્ર પ્રજાઓ કે જેમનામાં દરેક રસ છલકતા રહે છે ત્યાં હાસ્ય કે વિનોદરાય પણ ગમે તેવી વિરોધી પરિસ્થિતિમાં યુદ્ધના લેહી કરતા વાતાવરણ વચ્ચે પણ ચમકી જાય છે. ચાલુ મહાયુદ્ધમાં બ્રિટનના વડાવર મી. ચેમ્બરલેન ફ્રાન્સની મુલાકાતે ગયેલા ત્યારે તેઓ પિતાની છત્રી ભૂલી ગયેલા. જર્મન સૈનિકાનું એ બાજુએ ધ્યાન દેરાતાં તેમણે ફ્રાન્સની સરહદ પર વિમાનમાંથી એક છત્રી ફેંકી અને જણાવ્યું કે, “ચેમ્બરલેન મહાશયને એ ઉપયોગી થઈ પડશે.' થોડાક દિવસ પહેલાં અંગ્રેજ સેનાએ શટ ટાપુ પર વિમાની હુમલે કરેલ. તે વખતે એક અંગ્રેજ વિમાનીએ જર્મન સરહદ પર બૂટની એક જોડી ફેંકી અને જણાવ્યું કે “હીટલરને જ્યારે જર્મની છોડીને ભાગી જવું પડશે ત્યારે પહેરવાને કામ લાગશે.” જર્મનીમાંના અંગ્રેજ એલચી સર નેવીલ હેન્ડરસનને ગેરીને એક પ્રસંગે કહેલું કે, જર્મની અને ઈગ્લાંડ વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળે તે જર્મન વિમાને ઇગ્લાંડના લશ્કરી વિસ્તાર પર જ હુમલે કરશે.” “પણ મહાશય,” સર વીલે હસીને કહ્યું, “તમારાં વિમાને મેટાં છે. અને બેઓ પણ મોટા છે. લસ્કરી વિસ્તારો પર પડતાં પડતાં બેબને એકાદ ટુકડો બિનલશ્કરી વિસ્તારમાં ઊડી આવીને મારા માથા પર પટકાય તે મારે શું મિત્ર ગોરીંગની એવી ભેટ સામે વિરોધ ધાવ?” ના, ના” ગેરીગે કહ્યું, “એમ કરવાની કશી જરૂર નથી. એવા પ્રસંગે તે હું તમારી રમશાનયાત્રા પર ફૂલમાળાઓ વેરવાને માટે તરતજ બીજું વિમાન રવાના કરી દઈશ.” હીટલરના આગેવાન અનુયાયીઓમાં મુખ્ય બે પક્ષ છે. એક જનરલ ગોરીંગનો. બીજો પરદેશમંત્રી રીબેન્ચેપને. ગેરીંગના પક્ષમાં ડેપ્યુટી ચાન્સેલર હર હેસ છે, રીબેન્કોપના પક્ષમાં પ્રચારમંત્રી ડો. ગેબસને જાસુસમંત્રી હર હમલર. રીબેક્ટ્રોપો પક્ષ રશિયન મિત્રોને કિમતી લેખે છે, ત્યારે ગેરીંગને પક્ષ ઇટાલિયન મૈત્રીને જ વધુ મહત્વ આપે છે. આ બંને પક્ષે વચ્ચે પરસ્પર મતભેદ છતાં હીટલરની આજ્ઞા તે બંનેય વગર વિરોધે માથે ચડાવે છે. રશિયા સાથેની મૈત્રી પછી એમ ક૫વામાં આવેલું કે હીટલરે રીબેક્ટ્રોપને વધુ મહત્વ આપ્યું છે, પણ હીટલરે પિતાના અનુગામી શાસક તરીકે ગરીંગ અને હર હસની જાહેરાત કરતાં એ માન્યતા દૂર થઈ. આજે બંને પક્ષ વચ્ચે વિરોધ છતાં તે બને હીટલરની આજ્ઞા નીચે એક થઈ અલૌકિક કામે કરી બતાવે છે. - વર્ધા-યોજનાના અભ્યાસક્રમમાં–ત્રીજા, ચોથા ને પાંચમા ઘોરણનાં પુસ્તકમાં નીચે પ્રમાણે વ્યક્તિઓનાં જીવનચરિત્રને સ્થાન અપાયું છે– - ઈશુખ્રિસ્ત, મહમદ પયગંબર, બુદ્ધ, જરથુસ્ત્ર, સોક્રેટીસ, હુસેન, લીકન, પાસ્ટર, ડેવી, ફેંકલીન, લેરેન્સ નાઇટીંગલ, લય, બુકર વોશીંગ્ટન, સુનયા સેન, ગાંધીજી આલ્બની, પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56