Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 54
________________ રાવાસ વૈશાખ ૧૯૯૬ ઇલુન-૪–બતુતા, ફીરોઝશાહ તઘલખ, બાબર, ચાંદબીબી, નૂરજહાં, દાદુ, બીર, નાનક, બાબા ફરીદ; ઉમર, અલી, હુસેન, અબ્દુલ, અજીજ ખલીફ; અલી, હરૂ-૧ર-રશીદ, અબ્દુલ રહેમાન ત્રીજે. જાણીતા ફિલ્મ–ઉત્પાદક જોક હે વીટની વિમાનની મુસાફરીમાં હંમેશાં બે સીટ રીઝર્વ કરાવે છે એક તેમના શરીરને માટે, બીજી તેમના પગ મૂકવાને માટે. - કેટલાક સમય પહેલાં જાણીતા મુક્તવિહારવાદી બાન્ડ રસેલની ન્યુયોર્કસીટી કોલેજમાં મણિતના પ્રોફેસર તરીકે નિમણૂક થયેલી. મીસીસ છત કે નામની બાઈએ પોતાનાં સંતાન એ કોલેજમાં ભણતાં હેઈ ત્યાં નીતિધાતક વિચાર ધરાવનાર માનવીની અધ્યાપક તરીકે નિમણુક થાય તે સામે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યા. ને સુપ્રીમ કોર્ટે એ નિમણુક પાછી ખેંચાવી. X મુંબઈના માઝ ગવર્નર લોર્ડ લેઈડે તાજેતરમાં “બ્રિટનને કેસ” નામે એક પુસ્તક બહાર પાડયું છે. તેમાં તેમણે વર્તમાન યુદ્ધને એક ધર્મયુદ્ધ અને ખ્રિસ્તી સંસ્કૃતિના બચાવના યા તરીકે ઓળખાવવા પ્રયાસ કર્યો છે. પરદેશમંત્રી લેર્ડ હેલીફોકસે એની પ્રશંસક પ્રસ્તાવના લખી છે. એચ. જી. વેસ એ પુસ્તકનું અવલોકન કરતાં કહે છે, “આ પુસ્તકમાં આખા જગતમાં કેવળ અંગ્રેજ-પદ્ધતિ જ સ્થાપિત કરવાની મુરાદ તરવરતી જણાય છે.” માણસ પોતાના વાળ પિતાને હાથે જ કાપી શકે એની વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવતો એક ગ્રન્થ અમેરિકાના એક પ્રકાશકને પ્રકાશન અર્થે મળે છે. એ ગ્રન્થના લેખકના જણાવવા પ્રમાણે આખા જગતમાં આ વિષય પર આ એક જ ગ્રન્ય છે અને તે વીશ વર્ષની મહેનતે તૈયાર થયેલ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લશ્કર અને નાણાની જેમ પ્રચાર પણ યુદ્ધનું એક મહત્વનું અંગ થઈ પડયું છે. ગત મહાયુદ્ધમાં જર્મનીમાં ફેંકવામાં આવેલી પત્રિકાઓએ જ જર્મન લશ્કરમાં બેદિલી ફેલાવેલી. જાણીતા અમેરિકન લેખક એચ. સી. પીટર્સને તાજેતરમાં Propaganda for War' નામે એક પુસ્તક બહાર પાડયું છે. તેમાં ગત મહાયુદ્ધમાં પ્રેસીડેન્ટ વિસન અંગ્રેજ-વિરોધી છતાં અંગ્રેજોના અદ્દભુત પ્રચારથી અમેરિકાને યુદ્ધમાં શી રીતે સંડોવાવું પડયું તેની વિગતો આપવામાં આવી છે. આ યુદ્ધમાં જર્મન પ્રચાર વધારે પ્રબલ મનાય છે. એક અંગ્રેજ પત્રકારના જણાવવા પ્રમાણે, “યુદ્ધની શરૂઆતમાં અમેરિકન પ્રજાને ૪૪ ટકા જેટલો ભાગ અંગ્રેજપક્ષે હતે, થોડાક મહિના જતાં તે ૨૯ ટકે આવ્યો અને અત્યારે ૨૩ ટકા જેટલો જ ભાગ અંગ્રેજપક્ષે લડવાની તરફેણ કરે છે.' જગતમાં આઈસલેન્ડ જ એક એવો દેશ છે જયાં લશ્કર નથી, નકાદળ નથી, બેકારી નથી, રાષ્ટ્રિય ઋણ નથી. તે પ્રદેશમાં ૧૦૭ જવાળામુખી પર્વતો આવેલા છે છતાં ત્યાંના જેવી શાંતિ બીજે ક્યાંય નથી. ચાલુ મહિનામાં અંગ્રેજી લશ્કરે એ પ્રદેશને પિતાના કાબુમાં લીધું છે. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56