________________
છૂટાં ફૂલ
વૈશાખ સુદ પાંચમે ગુજરાતે એક અપૂર્વ, ભવ્ય અને સંસ્કારરક્ષી સુવર્ણ-મહત્સવ ઊજવ્યો છે. એ અપૂર્વ એટલા માટે છે કે આજ સુધી એવા મત્સવ ઊજવાયા નથી; એ ભવ્ય એટલા ખાતર છે કે ગુજરાતની સમસ્ત સંસ્કારી પ્રજાએ એમાં પિતાને સાથ પુરાવ્યો છે; એ સંસ્કારરક્ષી એ માટે છે કે ભારતવર્ષ પર જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં પૂર પિતાનું પ્રભુત્વ જમાવવા મથી રહ્યાં છે ત્યારે આ મહોત્સવ આર્ય સંસ્કૃતિના વિજયવજની ગરજ સારે છે.
આ મહત્સવ છે ગુર્જર કવિસમ્રાટ હાનાલાલની લગ્નપર્વણીના અધશતાબ્દિ દિનના મંગલ પ્રસંગની ઉજવણી-પ્રેમભક્તિ દામ્પત્ય સુવર્ણ-મહેસવ.”
એ મંગલ દિવસની યાદમાં પ્રગટ થતા પિતાના સહાગણ' નામે કાવ્યગ્રન્થમાં કવિ જણાવે છે: “પતિઓને શિરે પત્નીઓ નિત્યે નિત્યે ફૂલડાને અભિષેક ઢોળે છે, છાબની છાબ ઠાલવે છે. એક પાંખડીને પહાડ આ કાવ્યથી વળતે હોય તે ધન્યભાગ્ય!”ને આ મંગલ અર્પણથી કવિ ' હિંદુ લગ્નપદ્ધતિમાં સ્ત્રી એ ગુલામડી છે' એવી કહેણને પણ વિદાયની પુષ્પાંજલિ આપે છે. અને, લગ્નપર્વણીના પચાશમા વર્ષે પણ-“વન તરી ઊતર્યા પછી પ્રગભાવસ્થાને સૌભાગ્યકાળ તે સૌ દંપતીઓને નવસંવનન કાળ હોય છે. એવી શબ્દમાળા ગૂંથતા કવિ, સ્નેહની અવધ ત્રણ ત્રણ વર્ષની આંકનાર બટ્રાંડ રસેલે કે લગ્નની બીજીજ ઘડીએ પત્ની પર પ્રેમ ગુમાવી બેસનાર બાયરની મશ્કરી કરતા આજીવન આર્ય કન્ય તરીકે સેહે છે.
અંધાર છેતી, પ્રભુતા પરાગતી,
કળે કુળે એવી હજે કુલેશ્વરી. - પ્રિયતમાને વધાવતાં કવિનાં આ વચને ગુજરાતને પણ આશિર્વચન તરીકે ફળ અને લમપર્વણીના હરકમહેસૂવે પણ કવિદંપતી આવાં જ આશિર્વચને ઉચ્ચારે એવી આજના સંસ્કારી ગુજરાતની અભિલાષા છે.
છલીઝાબેથ કુશમેન નામે જાણીતી અંગ્રેજ લેખિકા તાજેતરમાં પ્રગટ થયેલા પિતાના “Office Women and Sex Antagonism” નામે ગ્રન્થમાં, સ્ત્રીએ ગૃહિણીપદ તજી દેવાથી ફૂટી નીકળતા અસંતોષને વર્ણવતાં કહે છે: “સત્તર વર્ષથી હું પત્રકારિત્વમાં જોડાયેલી છું. મેં વાર્તાઓ, લેખો ને પુસ્તકે લખ્યાં છે. હું દ્રવ્ય રળી છું. પણ મારી લાગણીઓ શાંત ગૃહિણીપદનો તલસાટ અનુભવે છે. હવે તે હું એક જ વસ્તુની પાછળ મારું જીવન સમર્પવા માગુ છું.--અને તે એ કે આ દેશની શિક્ષણ પદ્ધતિ કેટલી અનુચિત છે તેનાં જગતને દર્શન કરાવવાં. એ કેળવણીથી માતૃજાતિ અવળે રસ્તે વળી ગઈ છે. એનું જીવન ધંધાને પ્રતિકૂળ છતાં એ ધંધાની ગુલામડી બની છે, તેણે ધેર અને સંતાનને લગતી સાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com