Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 43
________________ વિશ્વાસઘાતી -૫ સમસ્ત સભા ચમકી. વિશ્વાસઘાતી કેણ? ભૂધર, કે મિત્રસેન ! “ભૂધર, તું સ્પષ્ટ કહી દે કે આ બધી રમત શું છે?” “ મહારાજ, મિત્રસેન તમારો વિશ્વાસપાત્ર હતું, પરંતુ એ મહા ભયંકર અને નીચે હતા. સહદેવની જગ્યા એને જોઈતી હતી. એણે ઉમરશેઠને આપણે સમુદ્રતટનું ખરું માનચિત્ર આપ્યું હતું.' શું કહે છે!” “હા, મને એ વાતની ખબર પડી ત્યારે એ માનચિત્ર અરબસ્તાન રવાના થઈ ચૂકયું હતું.’ સમસ્ત સભા ઊંચે મને વાત સાંભળતી હતી. મહારાજ, મેં એને પ્રતિકાર કરવાની આ જ યુક્તિ કાઢી.” કઈ યુતિ?' ઉમરશેઠને મેં બરાબર વિશ્વાસપૂર્વક મિત્રસેનનું માનચિત્ર બટું છે એમ ઠસાવ્યું, અને મારું માનચિત્ર આપ્યું. હું જાણતો હતો કે આપણી એ જાળમાં આવી એક પણ આરબ જીવતે નહીં જાય.' “શાબાશ, પણ તે એ બાબતની વાત કેમ કરી નહીં ?' મહારાજ, પણ મને સમય મળ્યો નહીં. મિત્રસેનને ખબર પડી કે તેની દેશદ્રોહિતા બહાર પડી જાય તેમ હતું માટે મને બંદી બનાવડાવ્યો.” સર્વે ચૂપ હતા. મહારાજ, મારે બચાવ અને મારી દલીલ કાઈને ગળે ઊતરતે નહિ અને મે બચાવ કરે વ્યર્થ ધાર્યો. મેં એ તરફ સંકેત કીધું હતું કે જે માણસે મિત્રસેનના હાથપગ બાંધ્યા હતા તે માણસ તેની હત્યા પણ કરી શકતે.' ભૂધર, અને જો ઉમરશેઠનાં વહાણુ પકડાયાં હોત તો ?” મહારાજ, એમાં આપણને લાભ થત નહી ! આરબોનું આક્રમણ તે થવાનું જ હતું અને જે ઉમરશેઠ પકડાતે તે આક્રમણ ખરા માનચિત્રને આધારે થતે તે આપણું ભાવિ ભયમાં હતું.” સભાસદ અને સમ્રાટ એક અદભુત આનંદને અનુભવ કરવા લાગ્યા. એકાએક સમ્રાટ બોલ્યા, “ભૂધર, અને જો વિશ્વાસઘાતના આરોપસર તને દેહદંડ દીધા હતા તે ?” મહારાજ, આ દેહનું પતન સામ્રાજ્યના રક્ષણ માટે થાય તેનાથી વધારે ગૌરવમવ મૃત્યુ શું હોઈ શકે? હા, પરંતુ મિત્રસેનનો કેયડો અણઉકેલ્યો રહી જાતે.” સમ્રાટે ભૂધર તરફ જોયું. ભૂધરના મુખ પર ગૌરવભર્યું સ્મિત હતું. “સમ્રાટ પુલકેશીની જય'ના જયનાદ સભા ગુંજી ઉઠી. સમ્રાટે ઊઠીને ભૂધરને આલિંગન કીધું. “આજથી ભૂધર તું સામ્રાજ્યને સ્થભ કહેવાશે.” “સમ્રાટની જય'-ભૂધર સેનાપતિની જય” ના જયનાદ સંભળાવા લાગ્યા, અને દૂર સુદૂર સુરતના બંદર પર, સાગરના વક્ષસ્થળ પર આંખે માંડી બેઠેલા સહદેવને એ જયનાદે પશ્ચાતાપનાં આંસુ પાડતા બનાવી દીધો. ( વિશાળ સમુદ્રના તરંગમાં પણ એ જયનાદે રફૂર્તિ આણું અને એ સંદેશે અરબસ્તાન પહોંચાડવાને સ્પર્ધા કરતા તરંગે એક પછી એક દોડવા લાગ્યા. એ વિજયના ફળસ્વરૂપ બીજા ત્રણ વર્ષો સુધી અપરાન્તને કિનારે યવનોને માટે ભયનું કારણ બન્યો હતો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56