________________
શીતળાની રસી ૨૯ આ રસીને ઈતિહાસ જેટલે રોમાંચક છે એટલે જ તે કરણ અને જગતવ્યાપી છે. અનેક દેશેએ રસી મુકાવવાની પ્રથાને ફરજિયાત બનાવી છે અને પછી એનાં નિષ્ફળ ને કરુણ પરિણામેથી ચીડાઈને તેમાંના ઘણાખરાએ તેને મરજિયાત કરી મૂકી છે.
શીળી ટંકાવવાની પ્રથાને કાયદાથી ફરજિયાત બનાવવાનું પ્રથમ માન બરિયાને ફાળે જાય છે. ૧૮૦૭ માં ત્યાં પ્રત્યેક પ્રજાજને રસી મુકાવવી જ જોઈએ એ કાયદો ઘડવામાં આવ્યું. પણ ૧૮૭૧માં એ પ્રદેશમાં શીતળાને રોગ એવા ભયંકર પ્રમાણમાં ફાટી નીકળ્યો કે દેઢ ટકા જેટલી પ્રજા એ જ રોગથી ખતમ થઈ ગઈ.
૧૮૧૦ માં ડેન્માર્ક એવો કાયદો ઘડયો. છતાં ૧૮૨૪ થી ૧૮૩૫ ના ગાળા દરમિયાન એ દેશમાં ૧૧૨ ટકા જેટલાં મૃત્યુ તે એ જ રોગને આભારી હતાં. ૧૮૭રમાં પાટનગરની પ્રજાને ૧ જેટલે ભાગ એજ રોગથી મરણ પામે.
સ્વીડને ૧૮૧૬માં એવો કાયદો ઘડયો. પરિણામમાં, તે કાયદો ઘડાયા પહેલાં શીતળાના કારણે દશ લાખે સરેરાશ ૧૩૩ મૃત્યુ થતાં તે વધીને ૧૮૭૩ માં ર૬૧ થયાં ને ૧૮૭૪માં તે ૯૩૬ ની સંખ્યાએ પહોંચ્યાં.
પ્રશિયાએ ૧૮૩૫ માં રસીને ફરજિયાત કાયદો ઘડ્યો. ત્યાં એ કાયદાને અમલમાં મૂકવાને બેહદ સખતાઈ પણ વપરાવા માંડી. પરિણામમાં, ૧૮૨૧ થી ૧૮૩૦ સુધીના ગાળામાં શીતળાના કારણે તે પ્રદેશનું મૃત્યુ પ્રમાણ દશ લાખે સરેરાશ ૧૮૭ નું હતું તે વધીને ૧૮૭૧ માં ૨૪૩૨ નું ને ૧૮૭ર માં ૨૬૨૪ નું બન્યું. ૧૮૭૧-૭૨ ના ગાળા દરમિયાન એ દેશમાં એ રોગથી ૧૨૪૯૪૮ માણસો મરણ પામ્યાં. પરિણામે ૧૮૭૪માં ત્યાં એક જ વખત નહિ પણ પ્રસંગે પ્રસંગે વારંવાર રસી મુકાવવાને કાયદો ઘડવામાં આવ્યું.
ઈગ્લાંડે પણ ૧૮૫૩માં ફરજિયાત રસી મુકાવવાને કાયદે ઘડે. છતાં એ જ રોગના કારણે એ દેશમાં ૧૮૫૭-૫૮માં ૧૪૦૦૦; ૧૮૬૩-૬૪માં ૨૦૦૦૦ ને ૧૮૭૧-૭૨માં ૪૪૯૪૮ મૃત્યુ થયાં. ૧૮૭૦ માં લંડનમાં શીતળાનું પ્રમાણ દશહજારે એકનું, ૧૮૭૧ માં ત્રણનું ને ૧૮૭ર માં પચીશનું આવ્યું. પરિણામે પ્રજાએ રસી સામે જેહાદ ઉઠાવી ને ૧૮૭૫માં કાયદાની લગામ સહેજ ઢીલી બની. આ ગાળા દરમિયાન ઈગ્લાંડનાં હજારે કુટુંબના અગ્રણીઓએ પિતાનાં તંદુરસ્ત સંતાનના હાથમાં સોયા ઘોચાવવા કરતાં જેલ, દંડ કે નોકરીનાં ત્યાગને વિશેષ પર્સદગી આપી.
લેસેસ્ટર નગરનાં કુટુંબોએ રસો સામે સખત વિરોધ તેંધાવી રસી મુકાવનારાઓનું પ્રમાણ ૯૫ ટકાથી ઉતારી પાંચ ટકાનું કરી નાંખેલું. પરિણામમાં, ત્યાં શીતળાનું મૃત્યુપ્રમાણ ઈંગ્લાંડના બીજા ભાગે કરતાં ઘણું જ ઓછું ઊતર્યું.
ગ્લાઉસેસ્ટર નગરના એક કુટુંબમાં પિતાએ પિતાની નાની પુત્રીને સંતાડી દીધી ને ડેઝી સબીન નામે મોટી પુત્રીને દાકતરે હાથ પર છ ઠેકાણે શીળી ટાંક્યાં. મહિના પછી બંને બહેનેને શીતળા નીકળ્યાં; તેમાં શીતળા ટંકાવનારી મરી ગઈન ટકાવનારી બચી ગઈ. એજ પરગણામાં રસી ટકાવેલા પ્રદેશમાં જ્યારે એ રેગ ભયંકર સ્વરૂપમાં ફાટી નીકળ્યો ત્યારે દર્દીઓને સક્રિય જાતમદદ કરનારાઓના આગેવાને રસી મુકાવવાની ઘસીને ના કહેલી, ને તે કોઈ પણ જાતની ઈજા વગર બચી ગયેલ.
શેફીલ્ડમાં ૧૮૮–૮૮માં રસી કાવેલાં પ૦૩૫ માણસેને શીતળાને રોગ લાગુ પડે.
આ બધાં પરિણામેથી ૧૮૯૮માં બ્રિટિશ પાર્લામેન્ટ એવો ઠરાવ પસાર કર્યો કે જે માબાપે પિતાનાં બચ્ચાં તંદુરસ્ત છે ને તેમને રસી મુકાવવાની જરૂર નથી તે સંબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com