________________
૩૮ સુવાસ : વૈશાખ ૧૯૬ તેમણે રસીને લાભદાયી ધંધો પડતે તે ન જ મૂક્યો. તેમણે હવે જે બાળકને મંદ શીતળા નીકળ્યાં હોય તેમના હાથ પરની રસી બીજાઓને આપવા માંડી. પણ આવી રસી પૂરતા પ્રમાણમાં મળે નહિ અને જે બાળકના હાથ પરથી એવી રસી લેવાઈ હોય તેના શરીરમાં રહેલા બીજા ચેપી રોગોને પણ પ્રચાર થવા માંડે–આ કારણે આ પ્રયોગ પણ મુશ્કેલ જણાય. છેવટે તેમણે વાછરડાંઓને રસીથી શીતળાને રોગ લાગુ પાડી, તે રેગના પુરૂની રસી બનાવી, તેનો ઉપયોગ કરવા માંડે અને હજી પણ એ ઉપયોગ એજ સ્વરૂપમાં ચાલુ છે.
આ રસી બનાવવાને વાછરડાને પકડીને ટેબલ સાથે બાંધવામાં આવે છે. પછી એના વાળ કાઢી નાંખી તેના શરીરને ઘસીને ચકચકતું બનાવવામાં આવે છે. તે પછી એ શરીર પર ૧૨૦ ઠેકાણે ભાલાના જખમ કરવામાં આવે છે. એ જખમમાં શીતળાની ઝેરી રસી પૂરી એ વાછરડાને આઠ દિવસ સુધી, એનું માથુ દિવાલ સાથે ઊંચું બાંધી રાખી, તબેલામાં પૂરી મૂકવામાં આવે છે. પરિણામે વાછરડાના શરીર પર ફેલ્લાઓ થાય છે અને એ ફેલાઓને દબાવી તે નીચોવી નાંખવામાં આવે છે. એમાંથી જે પરૂ કરે છે તેને ગલીસરીનમાં સાચવી રાખવામાં આવે છે. ને પછી ઊગતી પ્રજાને શીતળાના રોગમાંથી બચાવી લેવાના નામ નીચે તેના હાથમાં એ પરૂ ભરેલા સેયા ઘોચવામાં આવે છે.
શીતળાની જેમ ટાઈડિ અને પારટાઈફેડ [મતીઝરાના જ અમુક પ્રકાર ] પણ જિંદગીમાં એક જ વખત થાય એવી માન્યતા ચાલે છે. એટલે પ્રજાને શીતળાની જેમ એ રોગમાંથી બચાવી લેવાને એની પણ રસી અપાય છે. સૈનિકોને માટે તે આ રસી મુકાવવી એ અનિવાર્ય રીતે જરૂરી ગણાય છે.
આ રસી બનાવવાને ટાઈફેડના દરદીને દસ્તમાં પાણી ભેળવી, તેને પીચકારીથી ઘેડાના શરીરમાં ભરી, ઘેડાને એ રોગ લાગુ પાડવામાં આવે છે; પછી વાછરડાની જેમજ ઘેડાને સાવી એને પરૂને ટાઈડની રસી તરીકે ઉપયોગમાં લેવાય છે.
પણ જેમ જેમ વખત વીતો ગયો તેમ તેમ છે. વીલિયમ ઓસ્કર ને ડો. કેગર જેવાનાં સત્તાવાર પ્રમાણેથી શીતળા કે મોતીઝર જિદગીમાં એક જ વખત નીકળે છે એ માન્યતા ખોટી નીવડવા લાગી. પરિણામે દાક્તરોએ રસી વારંવાર મુકાવવાની જરૂરિયાત પર ભાર મૂકો. ને એમ કર્યા છતાં જ્યારે એવા રસી મુકાવનારાઓને એ રોગ લાગુ પડવાજ લાગે ત્યારે દાક્તર પાસે એક જ દલીલ રહી અને તે એ કે રસી બરોબર નહિ મુકાણી હોય માટે તે ફરી મુકાવવી.
જેનરે રસીની શોધ કર્યા પછી તરત જ ઈગ્લાંડમાં એક ખાનગી દવાખાનું ખેલવામાં આવેલું અને એવી જાહેરાત કરવામાં આવેલી કે આ દવાખાનામાં રસી મુકાવનાર વ્યક્તિને જે ફરી શીતળા નીકળે તે તેને પાંચ ગીનીનું ઈનામ આપવામાં આવશે. પણ અનેક માણસોને પાંચ પાંચ ગીનીનું ઇનામ આપીને આ દવાખાનું બિચારું બેસી ગયું. પરિણામે એ પ્રવૃત્તિ કંઈક મંદ પડી ગઈ. પણ જેનરને ઉત્સાહ અને રસીના હિમાયતીઓની હીલચાલથી બ્રિટિશ પાર્લામેન્ટમાં આ પ્રશ્નની છણાવટ કરવામાં આવી. અને પાર્લામેન્ટ રસી મુકાવવા ઈચ્છનારને સગવડતા કરી આપવાને ૧૮૦૮માં વાર્ષિક ત્રણ હજાર પાઉંડના ખર્ચને મંજુરી આપી. એ પછી તરત જ તે અંગે સાત સ્થળે ખેલવામાં આવ્યાં ને તેને પ્રચાર વધતે જ યાજો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com