Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 48
________________ ૪૦ સુવાસ : વૈશાખ ૧૯૯૬ બે ન્યાયાધીશનું પ્રમાણપત્ર મેળવી શકે તેમનાં બાળકને ફરજિયાત રસીમાંથી મુક્ત કરવાં. પણ ન્યાયાધીશો માબાપની વિનંતીઓ છતાં આવાં પ્રમાણપત્રો ભાગ્યે જ આપતા. ને એમ છતાં ૧૯૦૬માં એ કાયદાથી ૪૦૦૦૦ બાળકેએ ફરજિયાત રસીમાંથી મુક્તિ મેળવી. છેવટે ૧૯૦૭માં પાર્લામેન્ટ ઉપરના કાયદાને સુધારીને એમ ઠેરવ્યું કે જે માબાપે પિતાના સંતાનને રસી ટંકાવવી એ ગેરલાભકર્તા છે એવા પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરે તેમના સંતાનને તે ફરજમાંથી મુક્ત કરવાં. પરિણામે એ રીતે મુક્ત બનનાર બાળકોની સંખ્યા વધતી જ ચાલી. ૧૯૦૮ માં ૧૬ર૭૯૯ છે ૧૯૧૩માં ૩૦૦૦૦૦ બાળકેએ આવી મુક્તિ મેળવી. ને તે પછી તે તે સંખ્યા દિનપ્રતિદિન વધતી જ રહી છે. દક્ષિણ આફ્રિકામાં લશ્કરને વારંવાર રસી મુકાવવા છતાં ત્યાં શીતળાને રેગ ફાટી નીકળતે, પરિણામે ૧૯૦૪ માં લશ્કરી કમીટીએ ત્યાં રસીને મરજિયાત રાખવાને મત દર્શાવ્યો. વીસમી સદીની શરૂઆતમાં રસી મુકાવેલ એક ઇગ્લીશ લશ્કરી ટુકડીના ૩૯૫૩ સૈનિકોને આ રોગ લાગુ પડે છે તેમાંથી ૩૯૧ મરી ગયેલા. બેજિયમમાંથી સારામાં સારી વાછરડીઓ મંગાવીને વારંવાર શીળી ટાંકયા છતાં પ્રીન્સ આર્થર શીતળાના રોગથીજ મૃત્યુ પામેલા. ચેડા જ મહિના પહેલાં વારંવાર રસી મુકાવીને શુદ્ધ બનેલા રશિયન સૈન્યને ફીલેન્ડમાં ભયંકર સ્વરૂપમાં શીતળાનો રોગ લાગુ પડેલ. આ રીતે શીતળા અટકાવવામાં તે રસી મોટે ભાગે નિષ્ફળ જ નીવડી છે, પણ કેટલીક વખતે તે તે ઊલટામાં ભયંકર રોગ મૂકતી જાય છે કે માણસને જીવ પણ લેતી જાય છે. આવા દાખલાઓને દબાવી દેવાને રસીના હિમાયતીઓએ અનેક પ્રયાસ કર્યો છતાં કેટલાકને તે બહાર મૂક્યા વિના નથી જ ચાલ્યું. રસીના કારણે ફાટી નીકળતા તાત્કાળિક રોગોમાં મુખ્ય રોગ ઉપદંશ (Syphilis) છે. ૧૮૮૯માં લીઝમાં એક બાળક શીતળા ટુંકાવ્યા પછી થોડા જ દિવસમાં ઉપદંશથી મરણ પામ્યું. રસીના હિમાયતી કમીનારે, કેનરની વિરૂદ્ધ જઈ એ રોગની જવાબદારી બાળકની માતાના ચારિત્ર્ય ઉપર નાંખી. આવા વિચિત્ર નિર્ણયના પરિણામે થયેલ ઊહાપેહથી તે કેસની તપાસ માટે જવાબદાર રીયલ કમિશનની નિમણૂક કરવામાં આવી ને એ કમીશને સર્વાનુમતે જાહેર કર્યું કે એ રોગ શીતળાની રસીને જ આભારી હતા. પ્રેસીડેન્ટ કુલીજના યુવાન પુત્ર કાલ્વીન કુલીજને લશ્કરી શિક્ષણ માટે કેમ્પ વન્સ મોકલવાનો હતે. પણ અમેરિકન કાયદા પ્રમાણે ત્યાં જતાં પહેલાં શીતળા, ટાઈડને પારાટાઈફોડની રસી મુકાવવી પડે. પરિણામે કુમારને રસી ટાંકવામાં આવી, ને રસીના કારણે ફૂટી નીકળેલ તાવથી એ યુવાને કુમાર થોડા જ દિવસમાં તરફડીને મરી ગયો. તે દિવસથી અમેરિકામાં રસીવિરોધી જેહાદનાં મૂળ નંખાયાં. આ ઉપરાંત, રસીને કારણે તંદુરસ્ત બાળકમાં પણ ચામડીના, ઝેરી તાવના કે ઉપદંશ જેવા કેટલાક બીજા જીવલેણ રોગના સંભવને સ્વીકાર તે ૧૮૯૬ ના રોયલરિપેર્ટમાં પણ કરવામાં આવે છે. ૧૮૭૯-૮૦ના હિન્દના આરેગ્ય-રિપેટમાં ને ૧૮૭૯ના પંજાબના લશ્કરી રિપોર્ટમાં હિન્દમાં રસીની બિનઅસરકારકતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે હિન્દને બીજા ગરમ દેશમાં કેટલીક વ્યકિતઓમાં રહેલા કેદ્ર કે ગરમીના રોગે મિક રસીના કારણે તંદુરસ્ત પ્રજામાં પણ પ્રવેશ કરે છે એ હકીકતને અનેક નામાંકિત દાકતરેએ પણ ખલ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56