________________
અર્થશાસ્ત્રનું એક પ્રકરણ– 21144 [ Credit]
નર્મદાશ હ. વ્યાસ સામાજિક દષ્ટિએ Creditો અર્થ આપણે આબરૂ કરીએ છીએ, પણ આર્થિક દષ્ટિએ તેનો અર્થ શાખ થાય છે. આર્થિક વ્યવહારમાં શાખ ખૂબ જ શક્તિવાળું વિનિમયનું સાધન છે. જે વ્યક્તિની શાખ છે, તેની પાસે શાખના પ્રમાણમાં ખરીદશક્તિ છે. શાખને પરિણામે સમાજમાં લેનાર અને દેનાર, લેણદાર અને દેણદાર, કરજદાર અને શાહૂકાર એવા ભાગે પડે છે. લેણદાર તથા કરજદાર બંને શાખની શક્તિથી બીજાના પૈસાને ઉપયોગ કરે છે. આ પ્રમાણે સમાજના પૈસાને સતત ઉપયોગ શાખની લેવડ-વડના પરિણામે થયા કરે છે. માનવસમાજ પ્રગતિશીલ અને જગતને આર્થિક વ્યવહાર દિનપ્રતિદિન વધતો જ જાય છે. વધતા જતા અધિક વ્યવહારને પોંચી વળવાને માટે જેટલા પ્રમાણમાં સેનાનું ભંડળ જોઈએ તેટલા પ્રમાણમાં સોનું મળતું નથીપરિણામે આર્થિક વ્યવહારનું સેનામાં અંકાતી કિમતનું સમતલપણું રહેતું નથી. જેટલા પ્રમાણમાં આર્થિક વ્યવહાર વધે તેટલા પ્રમાણમાં વિનિમયનું સાધન વધવું જ જોઈએ. પણ સેનાની પૂરતિ થતી નહિ હોવાથી, વધતા જતા આર્થિક વ્યવહારને પહોંચી વળવા માટે વિનિમયનું સુકમ સાધન શાખના સ્વરૂપમાં શેધવામાં આવ્યું. એટલે આર્થિક વ્યવહારના પલ્લા સામે માત્ર સ્થળ સેનાનાણું જ નહિ પણ તેની સાથે સૂક્ષ્મ શાખને પણ આર્થિક વ્યવહારના પલ્લાને સમતોલ રાખવાને મૂકવામાં આવે છે. સેનાનું પ્રમાણ વધે કે ઘટે પણ જેટલા પ્રમાણમાં આર્થિક વ્યવહાર વધે છે કે ઘટે છે તેટલા પ્રમાણમાં શાખને વિસ્તારવામાં કે સંકેચવામાં આવે છે, જરૂરિયાત પ્રમાણે શાખને વિસ્તાર અને સંકેચ શકય હોવાથી વસ્તુઓની કિંમતમાં કે નાણુઓની કિંમતમાં વધઘટ થવાનો સંભવ રહેતું નથી.
વિનિમયનું આ સુક્ષ્મ સાધન સમાજની આર્થિક પ્રગતિ અમુક અંશે થયા પછી જ શક્ય બન્યું છે. વાસ્તવિક રીતે સમાજને આર્થિક વ્યવહાર એ વસ્તુઓને વિનિમય કે શ્રમને વિનિમય જ છે. વિનિમયના સાધનને આશ્રય લઈને આર્થિક વ્યવહાર થતો હોવાથી એવી બ્રાતિ ઉત્પન્ન થઈ કે જગતને આર્થિક વ્યવહાર એટલે પૈસાની લેવડ-દેવડ; પણ લેકે જેમ જેમ આર્થિક વલણવાળા બનતા ગયા અને અર્થશાસ્ત્ર સમજતા ગયા તેમ તેમ આ માત્ર પૈસાની લેવડ-દેવડને આભાસ દૂર થશે અને પૈસાને ઉપયોગ માત્ર વિનિમયના સાધન તરીકે જ નહિ, પણ વસ્તુની કિંમતની આંકણ તરીકે થતું હોવાથી લેવડ–દેવડની વસ્તુઓની કિંમત પણ પૈસામાં નોધી શકાય છે. નાણાને ઉપયોગ હિસાબના સાધન તરીકે પણ થતું હોવાથી વસ્તુઓની પરસ્પર લેવડ-દેવડને હિસાબ વસ્તુઓની કિંમત પ્રમાણે પૈસામાં રખાય છે. ટૂંકમાં કઈપણ જાતના આર્થિક વ્યવહારમાં વસ્તુઓની સંખ્યા ઉપર ભાર દેવામાં આવતો નથી, પણ એ વસ્તુઓની સંખ્યાની કિમત નાણામાં કેટલી થાય છે. તેની ઉપર જ ધ્યાન આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com