________________
૨ સુવાસ વૈશાખ પર
સુખેરના ત્યાં ઊભેલા એક ટીખળી મિત્રે પૂછ્યું, “નામદાર, સુંદરીઓના માનને ખાતર આપ હેટ ઉતારી તે જોઈ અમે ખુશ થયા છીએ, પણ તમારી નાજુક તબિયત જોતાં.'
તબિયત ગમે તેવી હોય. પણ પુસ્તક સમીપ વિનયપૂર્વક હેટ ઉતારી નાખવાનું મેં વ્રત લીધેલું છે.”
સેટસબરીએ પિતાની મિત્રમંડળમાં કહ્યું, “ભલેને પુરુષે જુદા જુદા પન્ય કાઢે કે મતમતાંતરે સ્થાપે. આખર તો એ બધા એક જ ધર્મના અનુયાયી છે.”
સમીપમાં બેઠેલી એક સુંદરીએ ઉત્સુકતાથી પૂછયું, “નામવર, એ ધર્મ કયો?”
દેવી,” સેફટસબરીએ કંઈક હસીને કહ્યું. “એ ધર્મ એવો છે કે જે સુંદરીને મેઢે સહેલાઈથી ન કહી દેવાય.”
નામાંકિત અમેરિકન રાજપુરુષ વેસ્ટરના નિવાસસ્થાને એક પારસલ આવ્યું. વેસ્ટર પાસે વસતા એક ગૃહસ્થની સ્વરૂપવતી કન્યાની મદદથી એ પારસલ પરથી ગાંઠ છોડવા માંડી.
ગાઠે છૂટી રહેતાં વેસ્ટરે કહ્યું, “હવે આપણે એક એવી ગાંઠ બાંધીએ કે જે જિંદગી સુધી ન છૂટે.”
“ઘણી જ ખુશીથી.” કન્યાએ હસીને સંમતિ આપી. વેન્ટર પાસે પડેલ દરે લઈ એક ગાંઠ બાંધી; કન્યાએ એ ગાંઠને પાકી કરી.
ને વેસ્ટરનું એ કન્યા સાથેનું લગ્ન અમેરિકામાં વધુમાં વધુ સુખી ને કલહહીન નીવાયું. વેસ્ટરે પ્રેમની ગાંઠને એ દેર જિંદગી સુધી જાળવી રાખેલ.
ગુરુ ગોવિન્દસિંહ એક પ્રસંગે તેમના કેટલાક ભક્ત સૈનિકે સાથે આનંદપુરના કિલ્લામાં ઘેરાઈ ગયા. કિલ્લાની આસપાસ પથરાયેલી વિરાટ મોગલસેનાએ તે કિલ્લા પર ઝનૂની હુમલો કર્યો. બચાવનો એક ઉપાય ન રહ્યો. પણ ગેવિન્દસિંહે કિલ્લાને છેડી જવા કરતાં કે દુશમનને આધીન બનવા કરતાં લડીને મરવાનું વધારે પસંદ કર્યું.
આ સમયે તેમના શિષ્યોમાંથી ચાળીશ જણે ગુરુ પાસે કિલે છોડી જવાની પરવાનગી માગી. ગુરુએ કંઈક દુઃખભર્યા સ્વરે હસીને કહ્યું, “તમે ખુશીથી જઈ શકે છે. પણ તેમ કરતાં પહેલાં તમારે મને ગુરુ તરીકે નાકબૂલ કરે જોઈએ, સન્યમાંથી રાજીનામું આપવું જોઈએ.”
ચાળીસે સૈનિકે રાજીનામું આપી ગુપ્ત રીતે કિલ્લો છોડી ગયા. પણ જ્યારે તે ઘેર પહોંચ્યા ત્યારે તેમની પત્નીઓએ, માતાઓએ બહેનેએ, પુત્રીઓએ સૈનિકધર્મ તજી દેવા. માટે તેમના પર ફીટકાર વર્ષાવ્યો. સૈનિકને પણ પશ્ચાતાપ થયો. તે તક્ષણ પાછા ફર્યા, ને કિલાને ઘેરી પડેલી મેગલસેના પર તેમણે ઝનૂની હુમલો કર્યો.
એ સંગ્રામમાં ચાળીસે સનિક ખપી ગયા, પણ ગભરાયલી મોગલસેનાએ પિતાના ડેરા-તંબુ કિલ્લા પાસેથી ઉઠાવી લીધા. ગેવિન્દસિંહ જ્યારે એ પીછેહઠનું કારણ જાણવાને બહાર નીકળ્યા ત્યારે પોતાને તજી ગયેલા સૈનિકને સમરભૂમિ પર સૂતેલા જોતાં તેમની આંખે હર્ષનાં આંસુ આવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com