________________
જીવન ઝરણ.
પ્રમા
મેજિયમપતિ લિપિડ બીજાની મોટર એક પ્રસંગે નગર-બહારના માર્ગ પર ઝડપથી આગળ વધતી હતી. તે વખતે મેટરમાં બેઠેલ રાજાએ છેટેથી જોયું તે મેટરને
જ્યાં ફંટાતા માર્ગ પર વાળી લેવાની હતી ત્યાં એક ડોશીને તેણે એક સંતાનને કેડ પર ને બીજાને આંગળીએ વળગાડી, એ જ માર્ગે ચડી આવતી ને ઝડપથી ધસી આવતી મેટર જોઈ બેબાકળી બનીને ત્યાંજ ભ્રમિતની જેમ ડરી જતી જોઈ. અતિ વેગે દોડતી મોટરને અટકાવવાનો એક ઉપાય ન રહ્યો. ને રાજાએ ક્ષણના પણ વિલંબ વિના ડ્રાઈવરને આજ્ઞા કરીઃ
“મેટરને વાળવાની નથી. સીધી ખાઈમાં જવા દે.”
ડ્રાઇવરે તરત જ આજ્ઞાને ઝીલી લીધી. ને બીજી જ ક્ષણે માર્ગચુકેલી મોટર પાસેની ખાઈમાં ગબડી પડી. પણ તે પળે લાગેલા સખત આંચકાથી મેટરમાંના બંને પુરુષ ઉછાળો ખાઈ કંઈકે છેતળાવના કિનારે પટકાયા. બંનેને ગંભીર ઈજ તે થઈ પણ તે બંનેના હદયમાં એક માતાને તેનાં સંતાન સાથે બચાવી લીધાને મિષ્ટ સંતોષ હતું. ડાક દિવસની સારવારે એ બંનેને ઉગારી લીધા.
સેનાપતિ લીને એક વૃક્ષ નીચે ઊભેલ જોઈ દુશ્મનસને તેના પર તેના ગાળા વર્ષાવવા માંડ્યા. લીએ તરત જ પિતાના સૈન્યની મધ્યમાં-સલામત સ્થળે ચાલ્યા જવાને પગલાં ઉપાડ્યાં. પણ તે જ ક્ષણે તે પમારાના ભીષણ નાદથી ગભરાયલ એક ચકલીના કમળા બચ્ચાને તેણે એ વૃક્ષ પરના માળામાંથી નીચે ગબડી પડતું જોયું.
લી તરત પાછો ફર્યો. ચકલીના બચ્ચાને હાથમાં લઇ તે વૃક્ષ પર ચડ્યો. ને દુશ્મનોના મેળાની પરવા વગર એ બચ્ચાને માળામાં સારી રીતે ગોઠવ્યા પછી જ તે પિતાના સૈન્ય તઓ જે.
દૂરથી આ પ્રસંગ જોઈ રહેલા સેનાપતિના મિત્રોએ પૂછ્યું, “નામવર, આપના અમૂલ જીવન કરતાં ચક્લીના બચ્ચાની કિંમત વધારે ગણી ” ' “હું કો ચડેલે સૈનિક છું.” લીએ હસીને કહ્યું, “મારે માટે તેમના ગળાથી મૃત્યુ એ વીરમૃત્યુ ગણાય. પણ ચકલીના એ નિર્દોષ બચ્ચાનું જે મારા દેખતાં એ રીતે મત થાય તે તે ખૂન લેખાય; હું મારા યાધમને ચૂક ગણાઉં.” -
એક પક્ષીની રક્ષામાં પિતાને પ્રાણ આપનાર વીર મુંજની પાછળ માતા જોમબાઈ જ્યારે આંસુ સારતાં હતાં ત્યારે પુત્ર લખધીરજીએ માતાને આશ્વાસન આપતાં કહ્યું, “માડી, ભાઈનું મેત નિર્દેશની રક્ષા કરતાં થયું છે. તેમાં રડવાનું ન હેય. તારે તે પ્રભુ આગળ માગવું જોઈએ કે અમે--તારે બીજા પુત્ર પણ એવું મેધુ મત વરીએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com