________________
રર સુવાસ: વિશાખ ૧૯૬
પણ એવી જબરાઈ તમારા ઉપર વપરાતી હોવાનું જે ખરેખર બનતું હોય તો હું જવાબદાર ખરે. ચાલો-પછી? બીજું કાંઈ કહેવું છે?
ધણિયાણીઃ તે-બીજું અમારે શું કહેવાપણું હોય! ધણી ઃ ઠીક-ત્યારે! આ હિટલરે ડાન્ઝીંગ બંદર પિલલકનું...... - ધણિયાણી : પિલ કોણ? ધણી : કેમ! વળી ભૂલી ગયાં! પેલા દેશના વતનીઓ. ધણિયાણી : સમજી, પછી?
ધણી : પિલલકનું ડાન્સીંગ બંદર હેર હિટલરે બલજબરીથી લઈ લેવાની ગર્જના કરી, એટલે અંગ્રેજ અને ફ્રેન્ચ લે કેએ તેને કીધું કે ભાઈ! અત્યારસુધી તે જેના તેના મુલક પચાવી પાડયા એ તમારી ગુંડાગીરી અમે ચલાવી લીધી. હવે ઘણું થયું. પિલા લોકેનું આ બંદર કે તેના કબજાની બીજી કઈ જમીન હવે આક્રમણ કરીને અમે લઈ લેવા દેશું નહીં..... .
ધણિયાણી : પિલ લેકની વાતમાં વળી આ બીજ લેકે શું કામ કુદયા?
ધણી : બહુજ સુંદર પ્રશ્ન. હું તમને પૂછું છું કે નબળાને સબળે દબાવે ત્યારે એવા સબળાને કેણ સમજાવે?
- ધણિયાણી : લે! ઈ તે નાનું છોકરુંય કીયે કે સબળાથી મટે છેય ઈ. નાનાનું વજન તો શું પડે?
ધણી : વાહ! બહુ જ ઠીક. તે–આમાં પણ પિલ લેકે શસ્ત્ર-સરંજામ અને સાધન સામગ્રીમાં જર્મન લોકથી ઊતરતા, એટલે જર્મનીને સમેવડિયા અંગ્રેજ અને ફ્રેન્ચ લેકે પિલ લેકની વહારે ધાયા.
ધણિયાણી ; એમ !
ધણી : હા, એ અંગ્રેજ અને ફેન્ચ લેકે હિટલરને કીધું કે હિંસાની વાત રહેવા છે, અ–હિંસાથી વાટાઘાટ કરે તે પછી અમને વાંધો નથી.”
ધણિયાણી : અ–હિસાની વાત તે માતમાગાંધી બાપુને મેઢ શોભે.
ધણી : ખરું છે. મહાત્મા ગાંધીજીએ પણ હિટલરને સંદેશો પાઠવ્યો કે “કૃપા કરીને દૂબળાને દબાવે નહીં, એ સભ્યતા કે સંસ્કારિતા ન જ કહેવાય. ભાતૃભાવ અને માનવતા ગુણ વાપરી ન્યાયધર્મથી વર્તન કરે તે ઉપકાર.” : : ધણિયાણી ? પછી હિત–લડ મા ?
ધણી : અરે–એ પાછનું પૂતળું માને એ ક્યાં છે? એ તે મહાત્માને પણ મૂર્ખ લેખે એવે છે. અત્યારે ગાંધીજીની તતૂડીને અવાજ યુરોપમાં સાંભળે જ કોણ?
ધણિયાણું : લે! આ હિત–લડ એવો તુંડમિજાજી ને નાગે છે? * ધણી હાસ્તો. અંગ્રેજ અને ફ્રેન્ચ લોકેએ તે એને ચોખેચોખું સુણાવી દીધું કે.
નાગા થાશે તે હવે અમારે પણ તમારી સાથે નાગા થાવું પડશે” તે હિટલરે પડકાર કર્યો કે આવી જાઓ.' એટલે અંગ્રેજ અને ફ્રેન્ચ લેકેએ પણ કીધું કે‘ત્યારે–આવી જાઓ.”
ધણિયાણી : વાહ! dય તે–આ અંગ્રેજ અને ફ્રેન્ચ લેક જર્મની કરતાં પરોપકારી અને ભલા તે ખરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com