________________
હિટલર-વાહ' કે બહિત-લડ-વાદ ૨૧ ધણી : અરે! એ વાંદરે નહિ. આ તે જેમ આપણું મુંબઈ બંદર છે તેમ પિલાન્ડનું ડાઝીંગ બંદર છે.
ધણિયાણી : તમે! એમ સરખું કીની! ઈ બંદરમાં શું લડાઈ થઈ? ધણી : બંદરમાં નહિ, પણ બંદર માટે. ધણિયાણ : એટલે? ધણ : એટલે કે ડાન્સીંગ બંદર પિલ લેકેનું છે. જરમની કહે છે કે....... ધણિયાણીઃ કઈ જમની ?
ધણ : જમની નહિ પણ જરમની. જરમની કહે છે કે એ બંદર મૂળ મારે છે. અને મારા લોકે તેમાં વસે છે, તે ખોટી રીતે પિલાન્ડને મળ્યું છે તે હું પાછું લઈશ. . ધણિયાણું : એનું હાયને ઈ , એમાં બીજાના બાપનું શું જાય છે?
ધણી : પણ જબરાની પાંચશેરી કેમ ચાલે?
ધણિયાણ : ચાલે છે જ ને? તમે નમાલા, તી તમારો વડે તમારાજ ભાયાતે જબરાઈથી પચાવી પાડો, ને તમે હાથ ઝાલી બેસી રહ્યા.
ધણું : તે–શું હું જંગ આદરે? મેં તે કેવરાવ્યું હતું કે પંચ કરો. ધણિયાણી : હવે–કર્યો પંચ !! ઈ ત–નાગાહરે નાગા જ થવું જોઈએ.. ધણું : એ મારે સ્વભાવ નથી.
ધણિયાણી : જે સ્વભાવ આ છે! તે પછી તમારી આ બધી માલમિંકતે દઈ વોને! બહુ લાગી આવતું હોય તો! મારે શું? ભલે–તમારાં હૈયાં-છોકરાં ભૂખે મરે, અને ભલે અમે ભીખ માગીએ!
ધણું : પણ–ડીયર ! આવી અસંબદ્ધ વાત લાવી મારી સાથે નાહક લડાઈ કાં આદરે?
ધણિયાણી : લે-બાઈ! લડાઇની વાત તમે છેડી, અને ઉલટા મને વળગે છે? તમારા હિતને માટે બે શબ્દો કહીએ, અને અમારું બોલ્યું તમને ના ગમતું હોય તે અમે –ચાલ્યા. [ જવા માંડે છે.] ધણી : [ પાછો હાથ ખેંચીને] મારા ઉપર વિના કારણું શા માટે રોષ કરે છે ? ધણિયાણી ત–મને પજવે છો શું કામ?
ધણી : અરે! આપણે તે વિલાયતની વાતું કરતાં હતાં. તેમાં તમને પજવવા મારે કાંઈ કારણ નથી, હવે સાંભળશે ના?
ધણિયાણું : મેં તમને કયારે અટકાવ્યા?
ધણી : ત્યારે-શાંત થાઓ. પિલ લેકેનું ડાન્ઝીંગ બંદર પરાણે બળજબરાઈથી લઈ લેવાની હિટલરે ગર્જના કરી..
ધણિયાણી : લે! પેલાં કેતા'તા કે જમની લેવા માગે છે. હવે વળી કી છે કે હિતલડે ગરજના કરી, તમારી વાતમાં ઢંગધડે જ કયાં છે? .: ધણી : ઉતાવળાં કાં થાઓ? એ બંને એકજ બાબત છે જમની એ દેશ છે અને હિટલર તેને સમ્મુખત્યાર છે.
ધણિયાણી : હેય. ઘરઘરના સૌ મુખત્યાર હેય, એમાં શું? ધણી : પણ આ હિટલરે તે બાપડી જરમન પ્રજાને દાબી દીધી છે.
ધણિયાણી : તી ઈ! તમેય ક્યાં મુખત્યારી વાપરતા નથી? અમે જરાક પણ તમારા હિતનાં બે વેનું કહેવા જઈએ, તે તમે અમારું એવું તેડી લીયે છે, એવું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com