________________
જીવન ઝરણ- ૨૭ તેમણે નીચા નમીને પ્રત્યેક સૈનિકના કપાળે ચુંબન કર્યું, ને તે ચાળીશમાંથી એકાદ પણ જીવતા હોય તે તેના પાસેથી સેનિટેની અંતિમ ઈચ્છા જાણવા તેમણે પ્રયાસ કર્યો. ને મહાનસિંહ નામે એક ઘાયલ સૈનિક તેમને કંઈક સજીવ જણાય.
“પુત્ર, તમારી કંઈ ઈરછા બાકી છે?” ગુરુએ સજળ નયને પૂછયું.
અમને માફી..” . “તમે વીર છો. તમારા આ સાહસે તમારી કીતિને ઉજજવળ કરી છે.”
“અમારું રાજીનામું...”
ગુએ તે જ જગ્યાએ સૈનિકનું રાજીનામું ફાડીને સળગાવી મૂક્યું. ને મહાનસિંહે શાંતિથી પોતાના પ્રાણ છોડયા.
દક્ષિણમાં, આઠ વર્ષની વયના એક નિર્દોષ બાળકે ઔરંગઝેબની સમક્ષ આવી તેને નમનપૂર્વક વિનંતિ કરતાં કહ્યું, “શહેનશાહ, મારા પિતાજી આપની કેદમાં છે. જોઈએ તે મારે પ્રાણ લે, પણ એમને મુક્ત કરે.”
પ્રાણ આપી શકીશ?” ઔરંગઝેબ વાઘની જેમ ગર્યો. “જી, હજુર.”
ઔરંગઝેબ તરત જ એ બાળકને એક કાન તરવારથી કાપી નાખતાં બેલો, એલ, હજી પણ પ્રાણ આપવાની ભાવના છે?”
હા જી, ” બાળકે હસીને કહ્યું. ઔરંગઝેબ બાળકનો બીજે કાન કાપી નાંખતાં ગળે, “બોલ હવે ?”
“ જોઈએ તે મસ્તક ઉતારી લે.” બાળકના મુખ પર પિતાની મુક્તિની આશાનું સ્મિત પથરાયું.
“જાઓ,” ઔરંગઝેબ પાસે ઊભેલા સરદારને આના કરતાં બોલ્યો, “આ બાળકના પિતાને હમણું ને હમણાં જ સામેના ઝાડે વળગાડી બંદુકની ગોળીએ ઉડાડી મૂકે. જેનું બાળક આટલું તેજસ્વી છે તેને પિતા કેટલે શક્તિશાળી હશે? એવાને તે જીવતા જ ફેંકી દેવા.”
ને એ બાળકના દેખતાં જ ઔરંગઝેબે એના પિતાના શરીરને ગોળીઓથી વીધી નંખાવ્યું.
શીખગુરુ ગોવિન્દસિંહ જ્યારે મેગલ-સલતનત સામે ધર્મયુદ્ધમાં ઊતર્યા ત્યારે તેમણે પિતાની પત્નીને એકાંતવાસમાં મોકલાવી દીધેલાં. યુદ્ધની પૂર્ણાતિ અને વિજય પછી તેઓ બહાર આવતાં ગુરુને તેમણે પૂછયું, “માર ચાર બાલપુત્રો કયાં છે?”
દેવી” ગુએ દુઃખને દબાવી શાંતિથી કહ્યું, “ચારે પુત્રો યુદ્ધમાં ખપી ગયા છે. પણ બદલામાં પુત્ર સમી શીખ પ્રજા જીવત બની છે. હવે એ પ્રજાને જ પુત્ર ગણી આપણે એનું પાલન કરવું ઘટે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com