Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 27
________________ પુરુષને બગાડનારી કોણ?- ૧૯ પતિની પત્ની કેટલાક ઉપાય અજમાવતી જ હોય છે; પરંતુ તેની ઉપાયયોજના ધરમૂળથી ખેતી હેાય છે એમ ખેદથી કહેવું પડે છે. પતિને તેની સ્ત્રીમિત્રો વિષે વખત–-કવખતે ઉતારી પાડી બોલવાથી તે વધુ ચીડાય છે. પુરુષ પોતાને ગુન્હેં સગાંવહાલાંથી, બાળકાથી ને પાડોશીઓથી છુપાવવાની પરાકાષ્ઠા કરતો હોય છે; પણ ચોડાઈ બેફામ બનેલી તેની પત્ની જે જે તેનાં પાપ પોકારતી ફરે, બધાના દેખતાં એને હલકે પાડે તે પુરુષ કંટાળી જાય છે. નિર્લજજ બને છે. દેખીતી રીતે તે પાનીના માથામાં લાકડાની ફાચર નથી મારત પરતુ તેના કકળાટથી તેના અંતરમાં વધુ ગડીઓ પડે છે. આ ભાવનાશૂન્ય થઈ પિતાની આબરૂ ઉપર તરાપ મારનારી સ્ત્રી પર વિશ્વાસ ન મૂકવાને તે નિશ્ચય કરે છે અને પરિણામે પતિ પત્ની વચ્ચેનું અણબનાવનું અંતર વધતું જ જાય છે. વહી ગયેલા પુરુષને પાછો ઠેકાણે લાવ હોય તો તેણે તેના ગુન્હા કે તેની ઉણપના ઉચ્ચારથી પણ દૂર રહેવું જોઈએ, તેના તરફ પહેલાં જેટલો જ આદર બતાવો જોઈએ. આવા પતિની પત્નીએ તેને વિશ્વાસ સંપાદન કરી લેવું જોઈએ, એના અપરાધ તરફ આંગળી ચીંધ્યા સિવાય વર્તવું જોઈએ. તે પિતે વાત કાઢે તે સહાનુભૂતિ બતાવવી જોઈએ. ગુન્હેગાર પશ્ચાતાપના પાવકથી હંમેશ પ્રજળતા હોય છે. સહાનુભૂતિને શીતળ વાયુ અંતરમાં ઊઠતા ભડકાઓ ઠારવા-તેમાંથી ઉગરવા એને જોઈતું હોય છે. એ સહાનુભૂતિના સિંચનથી જ એ ભૂલેલે માર્ગ છોડે છે. પત્નીનું અનુપમ ઔદાર્ય પાપીમાં પણ પોતાને અપરાધ કબૂલી ક્ષમા માગવાની ઈચ્છા જન્માવી શકે. પણ તે કયારે?— જ્યારે તેમ કરતાં તેના પતિત્વને, એના પુરુષત્વને ખામી ન લાગે ત્યારે. તેથી આવી સ્ત્રીઓએ પણ નિરાશ ન થતાં પિતાના પતિને માર્ગે ચડાવવા સતત પ્રયત્ન જારી રાખવે. માત્ર પ્રયત્નની માફક ઉપાય પણ ઉચિત અને અચૂક હોવા જોઈએ, એટલું જ. પુરષની ભાવનાથી અજાણ અને તેની બરદાસ ન કરનાર જ ન ખરી રીતે બગાડે છે. ઘરની એને ધકેલી મૂકે અને બહારની પાસે તે જાય એમાં દેષ ધરનીને જ! આપણે જ રૂપિયો ખોટો; બીજાને શે દોષ દેવો ? મૈન નામ છે? કવીશ ના કાવ્ય કદી હવે હું આ બીનનું તુંબડું ભાંગી જતાં સંવાદ ના સાધી શકાય, બેબડું આલાપી રે ગાન બસૂર હાવાં સંગીત બ્રહ્માંડ વીણાનું ચારુ શેણે કરું ભંગ? ભલું ન એથી આ બીનનું નીરવ, મન મારું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56