________________
પુરુષને બગાડનારી કોણ ૧૭ અને આપણું સમાજની સુગ્રહિણીઓ તે પતિની ભાવનાઓ તરફ તદ્દન ઉપેક્ષા ધરાવે છે. પતિ પોતાના પર પ્રેમ કરે એ છોકરાં થવા જેટલું સુષ્ટિકર્માધીન છે, પ્રેમ અને સતતિની સમૃદ્ધિ કાલાધીન છે એમ માનનારી સ્ત્રીઓ કાંઈ ઘેડી નથી. પરમાર્થ, ધાર્મિક વતે અને કથાપુરાણમાં રચીપચી રહેતી જૂના કાળની સ્ત્રીઓ અકાળે થ્રઢ બને છે, વૈરાગ્યનો દેખાવ કરે છે. ભણેલી સ્ત્રીઓ કેવળ આળસથી ઉદાસીન થઈ જાય છે. પતિને પ્રેરણાની, ઉલ્લાસની, ઉત્તેજનની જરૂર હોય છે એ બેમાંથી એક પણ પ્રકારની જરૂર વિષે સી ભાગ્યે જ વિચારે છે. વધુમાં વધુ બેપરવાઈ ક્યાંય બતાવવાની હોય તે પતિ પાસે-કારણ એ તેર બીજા શા માટે ચલાવી લે ? અમારી સ્ત્રીઓને હજી સંસારશાસ્ત્રના કક્કાની પણ ખબર નથી એમ લાગે છે. હૈયાં-છોકરાં થવાં એ કાંઈ સંસારની સીમા નથી અને સંસારને મર્મસાર તે એ ખાસ નથી જ નથી, એટલે બેચાર બાળકે. થયાં એટલે સંસારસાગર તરી ઊતર્યા એમ માનવાનું નથી. કેટલી સ્ત્રીઓને પોતાના પતિનું મન સંપાદન કરતાં આવડે છે ? ઘણી ડી સ્ત્રીઓને–એ જવાબ દરેક પુરુષના અંતઃકરણમાં ઘળાઈ રહેલે જણાશે. એનું કારણ પુરુષની પ્રવૃત્તિઓ તરફ સ્ત્રીએ કદી લક્ષ જ આપતી નથી એ છે.
પુરુષ સંદર્યભાગી છે. પત્ની સારા વર્તનથી એની ભાવનાઓને પોષે છે કદી? બહાર જવાના પોશાક જેટલે જ સુઘડ પિશાક ઘરમાં કેટલી સ્ત્રીઓ પહેરે છે? ઘરમાં કિમતી વસ્ત્રો પહેરવાં એવું વક્તવ્ય નથી. સાદાં પણ સુઘડ ચપચપ વસ્ત્રો પહેરવાથી પણ શરીર આકર્ષક ઉઠાવ પામે છે. રોજીંદા વ્યવહારમાં પણ એવી ટાપટીપ અને મેહકતા લાવી શકાય કે જેથી લગ્નના પ્રારંભ કાળમાં દેખાતી આકર્ષકતા પુરુષને જિંદગી સુધી બતાવી નચાવી શકાય. ઇતરે સાથે લાડથી વર્તવું ગર્વીય જ લેખાય પરંતુ પતિ પાસે લાડ કરવા, લજજાળુ વિનય દાખવવો એ ક્ષમ્ય જ નહિ પણ અત્યંત અનિવાર્ય પણ છે. પત્ની એટલે અદબથી દરેક હુકમ સાંભળનારો પટાવાળો કે ચીડિઓ ઉપરી અમલદાર ન હે જોઈએ એવી પ્રત્યેક પતિની ઈચ્છા હોય છે. પત્ની તરફ તે મિત્રની માફક નિકટવતીપણાથી, વિશ્રામસ્થાનની માફક રમતિયાળ વૃત્તિથી જુએ છે. પોતાની પત્ની સુંદર દેખાય, આકર્ષક દેખાય, લાડીલી દેખાયટૂંકમાં મેહક દેખાય અને થાય એમ એને ગમતું હેય છે. તેમજ તે મિત્રની માફક રમતિયાળ વૃત્તિની હેય એમ પણ તેને લાગે છે. તે માફ કરે, મશ્કરી કરી પતિપર સરસાઈ મેળવે, સામી મજાક કરતાં લટકાથી રૂસણું લે અને છેવટે હાર સ્વીકારી પતિ ઉપર વિજય મેળવે એવી તેની અપેક્ષા હોય છે. આ દષ્ટિએ કેટલી સ્ત્રીઓ વર્તે છે? દરેક જણ માટે સુંદર શરીર હેય એ શક્ય નથી; પણ સુંદર દેખાવું તો સાકય છે. નૈસર્ગિક ખેડખાંપણો પતિના મનમાંથી ભૂંસાઈ ગયેલી હોય છે. બીજાની આંખે નહિ દેખાના સૌન્દર્યનું રહસ્ય તદન કરૂપ સ્ત્રીને પતિ પણ હદયમાં સાચવે છે. આત્મીયતાની ભાવના અને ભાવનાઓની સમરસતા એ અદષ્ટ પ્રસાધનથી રંગાયેલાં પતિપની જ એકમેકને સુંદર દેખાય છે, એકમેકને ગમી શકે છે. પણ એ સૌન્દર્ય વધુ દેખીતું' બને, પુરુષના આકર્ષણનું યોગ્ય સ્થાન થાય, પતિ પણ એમાંથી ખુમારી જેઈ ધન્ય બને એવી ઘણી બાબતે સ્ત્રીઓ જે બાનમાં લે તે કરી શકે, માત્ર તેઓ આવી બાબતે તરમાણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com