________________
પુરુષને બગાડનારી કેશુ?
–ઘરની કે બહારની?
લેખકઃ રાજરત્ન વા. વિ. જોશી,
બી. એ. એલએલ. બી., વડોદરા.
અનુવાદક : કરજતી મેહનજતી ગોસાઈ આમ જોઈએ તો મારા મિત્રની પત્ની નક્ષત્ર જેવી સુંદર, બુદ્ધિમાન ને ચાલાક છે. બાળસાંગેપન અને માંદાંઓની માવજત કરવામાં હોશિયાર છે ગૃહકાર્યમાં દક્ષ અને પતિપરાયણ છે. આમ છતાં મારે એ મિત્ર બીજી સ્ત્રી પાછળ ફરે છે. તે સ્ત્રી રૂપની દૃષ્ટિએ મારાં ભાભી ( મિત્રપત્ની સાથે ઊભી રહેવાને પણ લાયક નથી. ખરું કહું તે ભાભીની દાસી તરીકે પણ શોભી શકે એમ નથી. ભાભી જેવી સુસ્વરૂપ અને આદર્શ આ પત્નીને તોડી એક તુચ્છ સ્ત્રીના નાદે લાગનાર મારા મિત્ર ઉપર મને ખૂબ ક્રોધ ચડો. મારે મિત્ર પણ કાંઈ ઉલુ, ઉંડુંખલ અને મવાલી વૃત્તિનો નહતો. તેની નૈતિક કલ્પના અને કામળ ભાવનાઓ હું સારી રીતે જાણતા હતા. આથી તે મને તેની આ વૃત્તિ વધુ ગૂઢ લાગી. ભાભીએ જ્યારે વાત ઉપરથી વાત કરતાં મને એ હકીકત કહી ત્યારે મેં તેમને પૂછયું, “આજસુધી કેમ કાંઈ કહ્યું નહિ?” “ઘણા દિવસથી કહેવાનું કરતી હતી પણ એ મેં જ ન મળે.” તેમને આ જવાબ સાંભળી તેમના સહનશીલ વિનયની મને દયા આવી. તે જ દિવસે મેં મારા મિત્રને એકાંતમાં ઊધડો લીધે. મૈત્રીને સંબંધ તેડી નાખવાની ધમકી બતાવતાં જ એના ચહેરે પડી ગયો ને તે એકદમ દયામણો દેખાવા લાગે. “હજી એ માનવતાને ભૂલ્યો નથી ! મૈત્રી તેડી નાંખીશ તે એને માણસાઈમાંથી હઠી જતાં વાર નહિ લાગે; મંત્રીને દરથી આજે નહિ તે કાલે અધઃપતનની ગર્તામાંથી તેને ઉપર બચી શકાશે,’ એમ મને થયું; માર અર્થે કોધ શમી ગયો. મારી નરમ થયેલી વૃત્તિ કે બેલી બતાવું તે પૂર્વે જ તે ગદગદિત થઈ બોલેઃ
“ખરું કહું તે તું નહિ માને; પણ સાચું પૂછે તે એનામાં જીવનની ઉષ્મા જ નથી. સ્પષ્ટ કહું? આકર્ષક સ્ત્રીત્વ જ એનામાં નથી એમાં મારે પણ દેશ છે જ, કબૂલ કરે છું; પણ તેથી મેં એની અવહેલના કદી પણ કરી નથી.”
તેને એ જવાબ મને નવાઈભર્યો તે લાગે જ. તે ભાભી સાથે છોકરાઓ સાથે પ્રેમ અને આનંદથી પહેલાંની માફક જ વર્તે છે. એ વાત નાકબૂલ કરી શકાય એમ નહતી. તેણે કહેલા ઉદગારના દૂબિનમાંથી હું ભાભી તરફ જોવા લાગ્યો. ધીમેધીમે કઈ નવું જ હર્ષ, કોઈ બીજી જ સ્ત્રી, કઈ જુદે જ ગૃહસંસાર હું જે હેઉ એમ મને લાગ્યું. ભાભી
એટલાં સપ્રમાણ, ગરાં ને સુંદર હતાં કે હું આજ સુધી તેમને કોઈ સુંદર પ્રતિમા મનથી - માનતા હતા અને ખરેખર આજે તે મને હૂબહૂ સંગેમરમરની પૂતળી જેવાં સુંદર, સપ્રમાણ
પણ તેટલાં જ નિર્જીવ લાગ્યાં. તેમની પતિસેવા, તેમનું વ્યવહારકીશય તદ્દન નિર્દોષ ખડું , પણ એમાં દેશ નહતી. એ નાનકડા સંસારનું વાતાવરણ શહ, સાવિક ખ ૫ણ એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com