Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ યુદ્ધસૈન્ય સામગ્રી વિદ્યાર્થી અને પુરુષની જેમ પૃથ્વી અને યુદ્ધ પણ અનાદિ કાળથી સંકળાયેલાં છે. પહેલો પુરુષ કે પહેલી સ્ત્રી એને જેમ નિર્ણય નથી થઈ શકતે તેમ પહેલું યુદ્ધ કે પહેલી પૃથ્વી એનો પણ નિર્ણય નથી થઈ શકતે. કેમકે બાઈબલની માન્યતા પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિ પણ ઈશ્વર અને શયતાન વચ્ચેના યુદ્ધને આભારી છે. જગત પર પ્રાણીઓની સંખ્યા જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમની વચ્ચે વિચાર અને વર્તનની અથડામણનાં મૂળ પણ વધતાં ચાલ્યાં. આ અથડામણના નિરાકરણને એક માત્ર માર્ગ બળ રહ્યો. અને ધીમે ધીમે જગત બળવાનેના હાથમાં સરકતું ગયું, . આવાં બના એકીકરણમાંથી રાજસત્તાઓ જન્મી. અને એ રાજસત્તાઓ એકમેક પર સરસાઈ મેળવવાને અથવા પરસ્પરના મતભેદના નિરાકરણના માર્ગ તરીકે યુહને આશ્રય લૈવા લાગી. પરિણામે યુદ્ધ પણ જીવનનું મહત્વનું અંગ બન્યું. એક કલા તરીકે તેને વિકાસ થવા લાગ્યો. ભારતીય ઋષિવરાએ આખી પ્રજા યુદ્ધના કારણે લેહિયાળ ન બની જાય તે માટે પ્રજાના ચોથા ભાગને ક્ષત્રિયવર્ગ તરીકે સ્થાપી તેના પર બળ, યુદ્ધ અને પ્રજાના સંરક્ષણની જવાબદારી મૂકી. યુદ્ધ એ કેવળ ખૂનરેજી જ ન બની જાય તે ખાતર તેમણે સમાન સંખ્યા અને સમાન સામગ્રીથી જ યુદ્ધ કરવું, રાત્રે લડવું નહિ, સ્ત્રી કે બાળક પર હાથ ન ઉગામ, નમેલા શત્રુને મારે નહિ વગેરે યુદ્ધનાં નિયમો ઘડ્યાં. જગતના ઇતિહાસમાં પહેલપ્રથમ વ્યવસ્થિત યુદ્ધ આદિ પુરુષવર રાષભદેવના બે પુત્રો-ભરત અને બાહુબલી વચ્ચે ખેલાયું. પણ એ યુદ્ધને એ બંને રાજાઓના કંઠયુદ્ધમાં જ મર્યાદિત બનાવી દેવાયું. આ પછી રાજા સુદાસ અને દશ-જાતિઓ વચ્ચે યુદ્ધ ખેલાયુંજેમાં છ લાખ સૈનિકેએ ભાગ લીધે. રામાયણના યુદ્ધમાં જે શો વપરાયાં તે જોતાં જણાય છે કે તે સમયે યુદ્ધકલા અને શસ્ત્રસામગ્રી સુંદર સ્વરૂપમાં વિકાસ સાધી શક્યાં હતાં. તે પછી મહાભારતના યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેનાએ સમરભૂમિ પર આવી ઊભી. એ સમયે યુદ્ધકલા અને શસ્ત્રસામગ્રીએ અલૌકિક સ્વરૂપ સાધી લીધું હતું. એ અલૌકિકતાએ લાખ માનવને ભાગ લીધે. ને ઋષિવરોના પ્રયાસથી એ યુદ્ધ પછી શસ્ત્રસામગ્રીને ખૂબજ મર્યાદિત બનાવી દેવામાં આવી. તે પછીના ભારતીય રાજાઓએ સિન્યસંખ્યાને વિપુલ બનાવી છે પણ શસ્ત્રસામગ્રી અને યુદ્ધનીતિને તે તેમણે અચૂક જાળવી રાખી છે. પણ હિંદમાં યુદ્ધની આ નીતિ–મર્યાદા ઘડાવા સાથે જ પરદેશમાં તે અમર્યાદિત બનવા લાગ્યું. ભારત પર ચડી આવેલા સિકંદરે યુદ્ધનીતિને ત્યાગ કરી એક રાત્રે વિશ્વાસથી સૂતેલા આઠ હજાર હિંદી સૈનિકને કાપી નાંખ્યા. તે પછીના યવન આક્રમણકારોએ પણ એક પણ પ્રકારની ભારતીય યુદ્ધનીતિને માન ન આપ્યું. પૃથ્વીરાજે શાહબુદીન ઘેરીને સાત સાત વાર હરાવીને જવા દીધે, છતાં એ જ અનાર્યરાજે મહાન ભારતીય સમ્રાટને કપટથી વધ કરશે. તે પછીના મુસલમાન શાસએ તે કપટની હદ જ નથી રાખી. જલાલુદીને રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56