Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 18
________________ ૧૦ સવાલ થશાખ ૧૯ મહારાજે કલ્યાણને પાન બનાવવાનું કામ સોંપ્યું એટલે શાસ્ત્રીએ ખલ છુપાવી રાખ્યો. ખલ જડે નહિ અને મહારાજને વખતસર પાન અપાય નહિ તે મહારાજ કલ્યાણ ઉપર ગુસ્સે થાય. એ વિચારે શાસ્ત્રીએ આ કૃત્ય કર્યું. પણ કલ્યાણે તે ખલ ન જાય એટલે મલની જગ્યાએ મેઢાને ઉપયોગ કર્યો. “કલ્યાણ કયાં છે?” મહારાજે પૂછયું. - “પાન બનાવવા જ ગમે છે.” શાસ્ત્રી બોલ્યા. ઠીક ” મહારાજ ફરી હસ્યા. શાસ્ત્રીજી વિચારમાં પડ્યા. આવી ભયંકર ભૂલ કહધાણે કરી છતાં મહારાજ ગુસ્સે થતા નથી એનું કારણ એમને ન જડયું. કલ્યાણ તે જંગલી હેર, બેવકૂફ જડભરત જેવે છે. એના ઉપર શા માટે મહારાજની કૃપા થતી હશે એ એમને ન સમજાયું. જ્ઞાનની મોટાઈમાં મસ્ત બનેલા અભિમાની શાસ્ત્રીને કયાંથી ખબર હેય કે જ્ઞાન કરતાં ભક્તિ ને ભાવનું વધુ મહત્વ છે. આમ ગુરુશિષ્યની વાત ચાલતી હતી એટલામાં કલ્યાણ જમણા હાથમાં પાનને ભૂકે લઈ આગે, કલ્યાણ એની માતા સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો. એના પિતા તે એ જાને હતા ત્યારે જ પરલેકના નિવાસી થયા હતા. એની માતા મહેનત મજુરી કરી બે જણ પૂરતું ખાવાનું લઈ આવતી. કલ્યાણ તે હતે. ખરેખર જડભરત; અક્કલ ને વિચાર એનાથી દેટ કોસ દૂર ભાગતાં. એની માતાને એની ચિન્તા થતી. ' એક દિવસ કલ્યાણ જંગલમાં લાકડાં ફાડવા ગયે. એ એક ઝાડ ઉપર ચાલે. એ ઝાડ તળે એક કુવો હતે. જે ડાળખી ઉપર એ ઊભો હતો તે જ ડાળખી એ કાપવા લાગ્યો. પાસેના બીજા ઝાડ તળે રામદાસ સ્વામી બે-ત્રણ શિષ્યો સાથે ઊભા હતા તે એના તરફ જોઈ રહ્યા. જૂની પુરાણી શોધ સંપુર્ણ થઈ હોય એમ એમને લાગ્યું. એક પલમાં એમણે એને ઓળખે. એ શું કરે છે એ જોતા રામદાસ સ્વામી ઊભા રહા. પાંચદશ મિનિટમાં તે એ ડાળખી તૂટી અને કલ્યાણને લઈ નીચે કૂવામાં આવી. કલ્યાણની માતા કલ્યાણને શોધતી ત્યાં આગળ આવી. “કઈ છોકરાને તમે જે ?” રામદાસ સ્વામીને એણે પૂછ્યું. “ હા, અકલ વિનાનો જડભરત છે.” “ ક્યાં છે?” “જે. પેલા કૂવામાં.” કલ્યાણની માતા એકદમ કૂવા તરફ દેડી ગઈ અને અંદર કિયું કરી લેવું. “મહારાજ ! મારા છોકરાને કાઢે !” એ રડવા લાગી. બાઈ! છે આ છોકરો તદન બેઅક્કલ છે. એને કાઢે છે શું અને ન કાઢો તૈય શું? તું એ મને સોંપી દે, હું એને વિદ્વાન બનાવીશ.” “તમે એને વિદ્વાન બનાવશો!” કલ્યાણની માતાને અપૂર્વ આનંદ થયો. “બનાવીશ. એનું નસીબ ઘણું જ મેટું છે. જગતમાં એ વંદનીય થશે. અનેક પતિ તેને ઉતારક બનશે. ” તે તે મહારાજ! કાઢે એને. ” એ મહારાજના પગે પડી. રામદાસ સ્વામીએ કાણુને બહાર કાઢ્યો અને પૈતાની મહૂલીમાં લઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56