Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ કલ્યાણ દિવસે દિવસે મહારાજની કૃપા એના ઉપર વધવા લાગી; ને શાસ્ત્રીના હૃદયમાં ઈર્ષાવિન સળગવા લાગ્યો. કલ્યાણે પાનને ભૂ મહારાજના હાથમાં મૂક્યો અને નમસ્કાર કરી, પાસે એક બાજુએ બેઠે. “મહારાજ ! ખાશે નહિ. એ તે એ છે.” શાસ્ત્રીએ કહ્યું. “હશે. એ હશે તો પણ એ એટલું બધું સ્વાદિષ્ટ છે કે એ મને ફેકી દેવું ચમતું નથી. માટે હું ખાઈશ જ. “બેટા, કલ્યાણ! ” મહારાજે કલ્યાણ તરફ જોયું. “જી, મહારાજ.” ક૯યાણે હાથ જોડ્યા. તું કેટલું સ્વાદિષ્ટ પાન બનાવે છે ? ” કલ્યાણના વાંસા ઉપર હાથ ફેરવતાં એ બોલા. કલ્યાણ માત્ર હાથ જોડી રહ્યો. “તું એમાં શું શું નાંખે છે ?” “મહારાજ ! કાશે, ચૂને ને સેપારી.” “વાર. કલ્યાણ ! તું પાનને ભૂકો શી રીતે કરે છે?” “મહારાજ! ખલમાં એને ખાંડું છું.” “એમ ! ” મહારાજે શાસ્ત્રી તરફ જોયું. શાસ્ત્રી હસ્યા; મનમાં મલકાયા. હવે કલ્યાણની બરાબર ખબર લેવાશે એ વિચારે હરખાયા. તે લઈ આવ એ ખલ! મારે જે છે કે છે એ.” કલ્યાણ ઊ ને ખલ લેવા ગયા. શાસ્ત્રીને અપૂર્વ આનંદ થયો. ખલ તે પિતે સંતાડી રાખે છે એટલે હવે કાણુ ગુમ આગળ બેઠો પડશે—ો પડશે અને એને પાણીચું મળશે, બધા શબ્દો એકબીજી તરફ જવા લાગ્યા. બધાએ શાસ્ત્રી તરફ વિજયની એક નજર નાંખી. આ જ એમની યુક્તિ સફળ થઈ એટલે અભિમાનથી એમનાં હૈયાં પુલાવા લાગ્યાં. હવે થાય છે એ જોવા થોડી પળ સુધી તે ચૂપકીથી બેઠા. તરત જ કલ્યાણ આવ્યો. એના હાથમાં તલવાર ચમકતી હતી. પૂણી પાસે આવી એણે રાજીને નમસ્કાર કર્યો. કેમ, તું ખેલ લેવા ગયે હો ને?” મહારાજે પૂછયું. “જી. હાં.” ટૂંકમાં જ એણે જવાબ આપે. “ કયાં છે, ખલ?” “આ રહ્યો ખલ.” કહી એક ઝટકે એણે ધડથી શિર છૂટું કર્યું ને ગુરુની આગળ ધર્યું. શાસ્ત્રી તથા બીજા શિષ્ય અવાફ બની ઉભા–ભયથી કંપવા લાગ્યા. રામદાસ માત્ર હતાથી બેઠા હતા. એમણે કલ્યાણનું માથું ખોળામાં લીધું કે ધડ જમીન ઉપર ધડડડ અવાજ સાથે પડયું. “શાસ્ત્રીજી! જોયું! આનું નામ ભક્તિ; આનું નામ ભાવ ને એ જ સેવા. તમે કહેતા તને કે એને કશું જ સમજાતું નથી. તે બરાબર છે. ખલ તે શું અને શિર તે શું! એ એમાં એને જરાય ભિન્નતા દેખાતી નથી. માત્ર એ સમજે છે એક સેવાધર્મ. તમને ખબર Dા–રામચંદ્રજીએ શબરીનાં એઠાં બેર ખાધાં હતાં. એ શા સારૂ એ બેરમાં ભક્તિ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56