Book Title: Suvas 1940 06 Pustak 03 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 16
________________ ૮ સુવાસ શાખ ૧૯૯૬ થંભોરના શાસક વરનારાયણને મહેમાન તરીકે આમંત્રી એનું ખૂન કર્યું. અલ્લાઉદ્દીને દગાફટકાની બાબતમાં પાછું જ ન જોયું. ઔરંગઝેબ પણ એ જ નીતિને અનુસર્યો. ને છેવટે અંગ્રેજો–એમણે તે ન જાળવી યુદ્ધનીતિ, ન જાળવી શસ્ત્રમર્યાદા કે ન જાળવી સંધિપત્રોની પવિત્રતા. બિનલશ્કરી પ્રજા પર પણ તેમણે હાથ ઉગામે. પણ કુદરતની ગહનગતિએ આટલી અનીતિ છતાં એમના જ હાથમાં હિંદનું શાસન જવા દીધું. ને હિંદમાં અંગ્રેજોનું એમ બીજા પણ કાળી પ્રજાના દેશોમાં એ જ અંગ્રેજોનું કે બીજી ગેરી પ્રજાઓનું અનીતિના રસ્તે પ્રભુત્વ જામવા લાગ્યું. પણ ગેરી પ્રજાને આ અનીતિને બદલે આપ પડ્યો છે અને હજી પણ આપો પડે છે. બે વર્ષ થયાં યુરેપની ભૂમિ પર કે એ ભૂમિવાસીઓના કારણે જગત પર મહા યુદ્ધો ખેલાઈ રહ્યાં છે. એ યુદ્ધોમાં લાખો-કરોડે લશ્કરી કે બિનલશ્કરી માણસો મર્યો છે ને મરે છે, દ્રવ્યની નદીઓ વહી છે ને વહે છે, આખા જગતને થેડીજ પળમાં ભસ્મીભૂત કરી મૂકે એવાં દાનવી સાધને શોધાયાં છે ને હજી શોધાય છે. | નેપલિયનિક યુદ્ધમાં યુરોપે સાઠ લાખ લગભગ માણસો ગુમાવ્યાં ને કરડ પાઉંડને ધુમાડે કર્યો. એ યુદ્ધમાં દ્રવ્યની બાબતમાં વધુમાં વધુ બેગ ગ્લાંડને આપવો પડશે. તે પછી તરતના સાંસ્થાનિક યુદ્ધમાં ફ્રાન્સ અઢી લાખ સૈનિકે ને ૫૫૦ લાખ પાઉંડન ભેગ આપ જ્યારે ઈંગ્લાંડે પચાસ હજાર સૈનિકે ને ૯૩૧૦ લાખ પાઉંડ ગુમાવ્યા. કીમિયન યુદ્ધમાં ૪૯૦૦૦ માણસ ને ૩૧૩૦ લાખ પાઉંડને ધુમાડે થયો. આફ્રિકન યુદ્ધમાં છ લાખ સિનિકે ને ૧૨૧૦ લાખ પાઉંડનો ભોગ લેવા. ફેક-જર્મન યુદ્ધમાં એકલા ફ્રાન્સને જ ૩૧૬૦ લાખ પાઉંડને ધુમાડે કરે પડે. ૧૯૧૪ ના મહાયુદ્ધમાં ૮૦૫૩૮૪૮ માણસો માર્યા ગયાં ને ૧૯૫૬૭૩૪૧ ઘાયલ થયાં. આ યુદ્ધમાં ૫૬૧૨૨૦ લાખ પાઉંડ હેમાયા. તેમાં એકલા ઈંગ્લાંડનેજ ભાગે ૧૩૫૭૮૦ લાખ પાઉંડને ફાળો આવ્યો. સુકાની પાછળ લીલું બળે તેમ બ્રિટનને લાભના એ યુદ્ધમાં હિંદને પણ ૬૮૭૦ લાખ પાઉંડ આપવા પડ્યા. ને એ ભયંકર યુદ્ધને એક પચ્ચીશી પૂરી થાય તે પહેલાં જ નવા વિગ્રહનાં મંડાણ થઈ ચૂક્યાં છે. આ યુદ્ધના શરૂઆતના સાત મહિના દરમિયાન એકલા બ્રિટનને નેવું કરોડ પાઉંડનો ખર્ચ થઈ ચૂક્યો છે ને સેકડે વહાણ ડૂબવાથી આવેલી નુકશાનીને અંદાજ કાઢવો પણ મુશ્કેલ છે. થોડાક દિવસના નેજિયન યુદ્ધ લીધેલ ભાગ પણ ભયંકર લેખાય. છે. આ સ્થિતિમાં આખું યુદ્ધ કેવું નીવડશે એની કલ્પના કરતાં પણ કમકમાટી છૂટે છે. વર્તમાન યુદ્ધોની આ ભયંકરતા શમર્યાદા ને યુદ્ધનીતિના ત્યાગને જ આભારી છે. પ્રજાઓના હિતના નામે ગોરા વૈજ્ઞાનિકોએ નકા, વિમાન, ડાઈનેમાઈટ, ભયંકર શો વગેરેની શોધ કરી ને તેને વપરાશ વિશેષતઃ યુદ્ધમાં જ થવા લાગ્યો. એ ભયંકર સામગ્રીની સંહારલીલા જાણવા જેવી છે: બેતેને આકાર તુંબડા જે હોય છે, તે વિમાનમાંથી તેમજ તોપમાંથી પણ ફેંકી શકાય છે. વિમાનમાંથી ફેંકાતા બમ્બને પાખ હેય છે—જેની મદદથી ધારેલા સ્થળે જ તેને ઘા કરી શકાય છે. આવા બેઓ જલદી ભાંગી જાય એવી ધાતુના કોચલાના બનાવેલા હોય છે. ( અનુસંધાન પ. કર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56