________________
સત્કાર*
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
હિંદના બીજા પ્રાંતોના જેવી ગુજરાત પણ એક ભૌગોલિક તથા સાંસ્કારિક વ્યક્તિ છે. તેને પોતીકી ભાષા, પિતા, સાહિત્ય, પોતીકા આચારવિચાર તથા પિતીકી શિલ્પ, ચિત્ર તથા સ્થાપત્ય અને સંગીતની કલા છે. તેને પોતાની અનોખી નાતજાત છે. પોતાનું વાણિજ્ય તથા લોકવ્યવહારની નીતિ છે. તેનું પોતાનું સાહસ છે અને તેને પોતાનો નિખાવસ ભક્તિભાવભર્યો લેકધર્મ છે. આ બધી હકીકતેને બનેલે એવો પચરંગી એનો ઈતિહાસ છે, એ ઈતિહાસનું ભાન વર્તમાન ગુજરાતને બહુ મોટું મોડું થવા પામ્યું છે. - ગુજરાતી ભાષા બોલતી પ્રજા કછ અને આબુથી માંડીને દક્ષિણમાં છેક ખાનદેશ સુધી પથરાયેલી છે; અને તેનામાં એક પ્રકારની સાંસ્કારિક એકતા છે. તેને વિસ્તૃત કંઠાળ મદેશને લીધે, અને તેની સપાટ ભૂમિને લીધે અસંખ્ય પ્રજાઓના થર પર થર, જેટલા દરિયાઈ માર્ગે તેટલા જ જમીન માગે તેની ભૂમિ પર જામતા ગયા છે. ગુજરાત-કાઠિયાવાડને બહુ ઓછો ભાગ એવા હશે જેનાથી દરિયાકાંઠે બહુ દૂર હશે.
આવા એક અખંડ અને અમે એવા ગુજરાતને સાંસ્કારિક વ્યક્તિ તરીકે વિચાર બહુ ઓબને અને તે પણ બહુ મર્યાદિત સ્વરૂપમાં આવ્યો છે. તેને લીધે આપણામાં પ્રાંતિક અભિમાન ઓછું છે એમ કહેવું પડે છે. પૃથ્વી પર પથરાયેલાં ગુજરાતી સંસ્થાનની વેલ કઈ સંસ્કૃતિ અને કલાસંસ્કારો સાથે લેતી ગઈ છે અને પિતાની વસાહતમાં ક્યા સ્વરૂપમાં પિતાનું ગુજરાતીપણું ટકાવી રહી છે તેને પરિચય પણ તેના સાંસ્કારિક વ્યક્તિત્વને સમજવામાં મદદગાર થાય તેમ છે. “આત્માને ઓળખે’ એમ કહેવામાં પિતાના સારા નરસા બધાયે અંશેને તાગ કાઢવાને આદેશ રહે છે અને આત્મજ્ઞાન જેટલું જ આત્મભાન પણ આપણને આપણું વ્યક્તિત્વ સમજવામાં ઉપયોગી છે.
બ્રિટીશ જમાનામાં ગુજરાતની સંસ્કૃતિનાં પડ ઉખેળનાર પહેલા કવિ નર્મદને ગણાવવા પડશે. ગુજરાતીઓની સ્થિતિના એમના નિબંધમાં આ વિષય સૂત્રપાત થયેલું આપણે જોઈ શકીએ છીએ. તેમના પછી ગુજરાતના ઈતિહાસનું તથા તેના પુરાતત્ત્વનું અન્વેષણ કરનારો વર્ગ, જન્મ તથા સંસ્કારે ગુજરાતી નહીં એવું હતું. બ્રિટીશ સરકારના પુરાતત્ત્વ સંશાધનખાતાના બર્જેસ અને કઝિન્સ જેવા કેટલાક વિદ્વાને, ઇલાકાના કેળવણીખાતાના છે. લર અને ડે. પીટર્સન જેવા અધ્યાપકે તથા મુલ્કી, લશ્કરી અને ન્યાયખાતાના ફાર્બસ, ટસન, ૨, સ્ટેટ અને બેઇલી જેવા અમલદારોએ પિતાની કરીને અંગે અથવા તે અંગત શખ તરીકે આ દિશામાં કામ કર્યું હતું, પરંતુ તેમને તેમના અભ્યાસમાં જોઈએ એટલું મમત્વ કે ઉડી સહાનુભૂતિ નહેતાં એમ કહિયે તે ચાલે. - ડૉ. ભગવાનદાસ ઇંદ્રજી, શ્રી. વલ્લભજી આચાર્ય, ડે. હરિ હર્ષદ ધ્રુવ, શ્રી. વજેશંકર શિઝા છે. જીવણજી મેંદી-એટલાં નામ ગણાવ્યા પછી, ગુજરાતની અનેકવિધ સંસ્કૃતિને અભ્યાસ કરનાર કે તે ખાતે ઊંડી જિજ્ઞાસા ધરાવતે વર્ગ જોતજોતામાં અદશ્ય થઈ મયો જણાય છે.
જ , મણિભાઇ વિકીને પતન દક્ષિણ ગુજરાત ” ને સાકાર કરતાં પ્રવેશ. ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com