Book Title: Sthanakvasi Jain Itihas Author(s): Kesrichand Bhandari Publisher: Sthanakvasi Jain Karyalay View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્ચર્યકારક ખુલાસાને ઘણું ભાઈએ આનાકાની સાથે સ્વીકારશે, કારણ કે આટલે વખત તેઓ આ સંબંધમાં બીજુજ કાંઈ માનતા આવ્યા છે, તો પણ મારા આ ખુલાસાની મજબુતાઈમાં મેં જે જે પ્રમાણે આપેલ છે તે એટલાં તે જોરદાર અને સત્ય છે કે, પાઠકે પિતેજ મારાં આ પ્રમાણેને બુદ્ધિપૂર્વક વિચાર કરી સત્ય માની લેશેજ. આ પુસ્તકને નિષ્પક્ષપાતપણે વાંચ્યા પછી જે પાઠકોના દિલમાંથી જૈનધર્મ અને ખાસ કરીને સ્થાનકવાસી જૈનધર્મ સંબંધી જે મિથ્યા વિચારે હતા, તે દૂર થઈ જાય તો હું મારી જાતને એટલે દરજજે કૃતકૃત્ય માનીશ. મારા વિદ્વાન અને માનનીય મિત્ર શ્રી K. B. Bidwai B.A. એ આ પુસ્તકમાં જે રસ લીધો છે અને મને જે પ્રકારે ઉત્સાહિત કરેલ છે, તે માટે હું તેઓશ્રીને જેટલો ઉપકાર માનું તેટલે થોડે છે. આ પુસ્તકની હસ્તલિખિત પ્રત વાંચીને તેઓશ્રીએ અનેક ઉપયોગી સૂચનાઓ કરેલ છે, હસ્તલિખિત પ્રતમાં જરૂરી સુધારાઓ કર્યા છે, અને મુફ લેવામાં પણ બહુજ મહેનત લીધી છે. તેઓશ્રીની આ અપૂર્વ સહાયતાને માટે હું ખરા હૃદયથી તેમને આભારી છું. આ પુસ્તક લખવામાં અને છપાવવામાં મારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આશા છે કે, મારા સુજ્ઞ પાઠકે આ પુસ્તકની ભૂલચૂક માટે મને ક્ષમા કરશે. –અશક. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 123