________________
૧૩
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૧-૧૨ ગાથાર્થ :
વિધિ, ઉધમ, ભય, વર્ણના, ઉત્સર્ગ, અપવાદ અને તદુભય ઉત્સર્ગ અપવાદ ઉભય, આ સાત અર્થમાં સૂત્ર વિભક્ત છે અને તે સાત વિભાગો અર્થથી જાણીએ=વિશેષ અર્થના બોધથી જાણી શકાય છે, તેથી સૂઝના ભેદનો અવિવાદ થાય છે. અર્થાત્ જો તે સાત ભેદનો બોધ ન થાય તો સૂત્રના ભેદનો નિર્ણય થઈ શકે નહિ પરંતુ અર્થથી જણાયેલા તે સાત ભેદને કારણે સૂત્રના ભેદમાં અવિવાદ થાય છે. [૧૧] ભાવાર્થ :
શાસ્ત્રોના સૂત્રો વિધિ, ઉદ્યમ આદિ સાત પ્રકારમાં વિભક્ત છે તેથી કેટલાક સૂત્રો વિધિને બતાવનારા છે, તો કેટલાક સૂત્રો ઉદ્યમને બતાવનારા છે, એ રીતે સૂત્રોનો વિભાગ સૂત્રના અક્ષર માત્રથી પ્રાપ્ત થતા અર્થને જાણવાથી થઈ શકે નહિ, પરંતુ નિર્યુક્તિ, ભાષ્યાદિથી વિશેષ અર્થનો બોધ થાય તો કયું સૂત્ર વિધિને કહેનારું છે, કયું સૂત્ર ઉદ્યમને કહેનારું છે તેનો નિર્ણય થઈ શકે. સૂત્રના વિશેષ અર્થને જાણનારા પુરુષને સૂત્રના ભેદમાં અવિવાદ થાય છે અર્થાત્ આ સૂત્રો વિધિ આદિ ભેદમાંથી કયા ભેદમાં અંતર્ભાવ પામે છે તેનો નિર્ણય થવાથી સૂત્રના ભેદનો વિવાદ રહેતો નથી.
જિજ્ઞાસુએ વિધિ આદિ સાત ભેદોનું વર્ણન અમારા વડે વિવરણ કરાયેલા યતિલક્ષણસમુચ્ચય' ગ્રંથમાંથી જાણવું. I૧૧l અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે વિધિ આદિ સાત ભેદોમાં સૂત્ર વિભક્ત છે અને સૂત્રનો અર્થ જાણવાથી તે ભેદો જાણી શકાય છે. હવે, જો અર્થને પ્રમાણ ન માનવામાં આવે અને એકલા સૂત્રના અક્ષરના અર્થને જ પ્રમાણ માનવામાં આવે તો વિધિ આદિ ભેદો જાણી શકાય નહિ તેથી શું અનર્થ પ્રાપ્ત થાય ? તે બતાવે છે –
ગાથા :
એહ ભેદ જાણ્યા વિના, કંખામોહ લહંત; જિનજી! ભંગન્તરપ્રમુખે કરી, ભાખ્યું ભગવઈતન્ત. જિનજી ! ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org