________________
૧૦૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧૨-૧૩-૧૪ દ્વારા પોતાના ચારિત્રની અધિક શુદ્ધિ તે મહાત્મા પ્રાપ્ત કરે છે, તેથી મહાત્મા ધર્મમાં તીવ્ર શ્રદ્ધાના કાર્યરૂપ શુભદેશનામાં યત્ન કરે છે. ૧૨
અવતરણિકા :
ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટ શ્રદ્ધાના કાર્યરૂપ સ્ખલનાની વિશુદ્ધિ નામના ચોથા ભેદનું સ્વરૂપ બતાવે છે –
ગાથા ઃ
જે કદાચિત લાગે વ્રતે, અતિચારપંકકલંક; આલોયણું તે શોધતાં, મુનિ ધરે હો શ્રદ્ધા નિઃશંક. સા. ૧૩ ગાથાર્થ ઃ
સુસાધુને ક્યારેક અનાભોગાદિથી વ્રતમાં અતિચારરૂપી કાદવનું કલંક લાગે ત્યારે, આલોયણાથી શુદ્ધિ કરતા તે મુનિ નિઃશંક શ્રદ્ધાને ધારણ કરે છે. II૧૩||
ભાવાર્થ:
સુસાધુ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ અપ્રમાદભાવથી કરે છે; કેમ કે ધર્મમાં તીવ્ર રુચિ છે. આમ છતાં અનાદિના પ્રમાદને વશ ક્યારેક સંયમમાં અતિચારરૂપી કાદવનું કલંક લાગે ત્યારે તે મહાત્માના વ્રતો કંઈક મલિન થાય છે. આમ છતાં ધર્મની તીવ્ર રુચિ હોવાને કારણે વિધિ શુદ્ધ આલોચનાથી તે મુનિ તે અતિચાર દોષની શુદ્ધિ કરે છે. જેથી પોતાનું સંયમ શુદ્ધ થયું છે તે પ્રકારની નિઃશંક શ્રદ્ધા તે મહાત્માને પ્રગટે છે અર્થાત્ મારું સંયમ હવે શુદ્ધ થયેલું હોવાથી એકાંત કલ્યાણનું કારણ છે તેવો સ્થિર વિશ્વાસ પ્રગટે છે. ૧૩
અવતરણિકા :
ભાવસાધુનો પ્રજ્ઞાપનીયતા નામના ત્રીજા ગુણનું વર્ણન કરે છે
ગાથા:
શ્રદ્ધા થકી જે સર્વ લહે, ગંભીર આગમ ભાવ;
ગુરુવચને પન્નવણિજ્જ તે, આરાધક હો હોવે સરલસ્વભાવ.
સા. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org