Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/કળશગાથા-૧ 18 કળશ જ ઈમ સકલસુખકર દુરિતભયહર સ્વામી સીમંધર તણી, એ વીનતી જે સુણે ભાવે તે લહે લીલા ઘણી; શ્રીનયવિજયબુધચરણસેવક જસવિજય બુધ આપણી, રુચિ શક્તિ સારૂ પ્રગટ કીધી શાસ્ત્રમર્યાદા ભણી. ૧ કળશનો અર્થ : એમ સક્ત સુખને કરનાર, દુરિતના ભયને હરનાર, સ્વામી સીમંધર તણી આ વિનંતી જે ભાવે સાંભળે તેહ ઘણી લીલા લહે શ્રી નયવિજય બુધના ચરણ સેવક એવા જસવિજયજી બુધે યશોવિજયજી પંડિતે, શાસ્ત્રમર્યાદાને અનુરૂપ પોતાની રુચિ અને સુંદર શક્તિ પ્રગટ કરી=પ્રસ્તુત સ્તવનમાં વિસ્તાર કરી. ||૧|| ભાવાર્થ - આ પ્રમાણેકગ્રંથકારશ્રીએ અત્યારસુધી વર્ણન કર્યુ એ પ્રમાણે, સીમંધરસ્વામી ભગવાનને વિનંતીરૂપ આ સ્તવન છે. જે બધા સુખોને કરનાર છે અને પાપના ભયને હરનાર છે; કેમ કે શાસ્ત્ર મર્યાદા અનુસાર શાસ્ત્રીય પદાર્થોથી આત્માને ભાવિત કરવામાં આવે તો તે સુખનું કારણ બને છે અને પાપના ભયને હરનાર બને છે. ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સ્તવનમાં શાસ્ત્રીય પદાર્થો વણેલા છે તેથી આ સીમંધરસ્વામી ભગવાનને કરાયેલી વિનંતી સુખને કરનાર અને પાપના ભયને હરનાર છે. વળી, જે પુરુષ ભાવથી આ વિનંતી સાંભળે તે ઘણી લીલાને પામે છે અર્થાત્ ઘણા પુણ્યને પ્રાપ્ત કરે છે. વળી, આ વિનંતી કરનાર કોણ છે તે સ્પષ્ટ કરતાં કહે છે. પૂ. નયવિજયજી પંડિતના ચરણસેવક પૂ. યશોવિજયજી પંડિતે આ વિનંતી રચી છે અને શાસ્ત્ર મર્યાદાને સામે રાખીને ભગવાનના વચનમાં પોતાની વર્તતી રૂચિ અને શાસ્ત્રના બોધની પોતાની જે શક્તિ તે પ્રસ્તુત વિનંતીમાં સુંદર પ્રગટ કરી છે. III Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196