Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૭/ગાથા-૩-૪ ગાથા : તું વસે જ પ્રભો ! હર્ષભર હીયડલે, તો સકલ પાપના બબ્ધ તૂટે; ઉગતે ગગન સૂરયતણે મડલે, દહ દિશિ જિમ તિમિરપલ ફૂટે. આજ. ૩ ગાથાર્થ : હે પ્રભુ! હર્ષભર એવા મારા હૈયામાં જો તમે વસો તો સકલ પાપના બંધો તૂટે સક્લ પાપના બંધનું કારણ એવો સંગભાવ દૂર થાય. સૂર્યતણું મંડલ આકાશમાં ઊગતે છતે જેમ દશે દિશામાં અંધકારના પડદાઓ ફૂટે છે=દૂર થાય છે. Ilal ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરીને પોતાના હૈયામાં સતત વીતરાગનું સ્મરણ રહે તે અર્થે યત્ન કરે છે અને કહે છે કે જેમ સૂર્યનું મંડલ આકાશમાં ઉગે ત્યારે રાત્રિના અંધકારના પડદાઓ દૂર થાય છે અને સર્વત્ર પ્રકાશ વિસ્તાર પામે છે તેમ હે પ્રભુ ! જો તમે વીતરાગરૂપે મારા હૈયામાં સદા વસો તો સર્વ પાપના બંધનું કારણ એવો સંગનો ભાવ દૂર થાય. જેથી સંગના પરિણામને કારણે જ્ઞાનાવરણાદિ પાપો બંધાઈ રહ્યા છે તેના બંધનો ઉચ્છેદ થાય અને શીધ્ર આ સંસારનો અંત થાય. lal ગાથા : સીંચજે તેં સદા વિપુલકરુણારમેં, મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી; નાણદંસણકુસુમ ચરણવરમંજરી, મુક્તિ ફલ આપશે તે અકેલી. આજ. ૪ ગાથાર્થ : વળી, ગ્રંથકારશ્રી ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે કે વિપુલ કરુણાના રસથી સદા તું મારા મનમાં શુભમતિરૂપ કલ્પવેલીને સિંચજે, તે વિપુલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196