Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૭/ગાથા-૧ A ઢાળ સત્તરમી છે : (રાગ : કપડાની દેશી) પૂર્વ ઢાળ સાથે સંબંધ : સુસાધુઓ કેવા હોય તેનું સ્વરૂપ ઢાળ-૧૫માં બતાવીને સુસાધુનું લક્ષ્ય શુદ્ધનય છે અને જેઓ શુદ્ધનયને લક્ષ્ય કરીને સંયમની ક્રિયાઓ કરે છે તેઓ મોક્ષમાર્ગને સેવનારા છે તેમ પૂર્વ ઢાળમાં બતાવ્યું. વળી, પૂર્વસૂરિઓના ગ્રંથોથી સંસારથી તરવાના ઉપાયભૂત યોગમાર્ગની પ્રાપ્તિ પોતાને થઈ છે તેમ પૂર્વ ઢાળના અંતિમ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે આખા સ્તવનના અંતિમ ફલિતાર્થરૂપે છેલ્લી ઢાળ બતાવે છે – ગાથા : આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે, વિનંતી માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં કહ્યો તુઝ કૃપારસથકી, તો હુઈ સમ્પરા પ્રગટ સારી. આજ. ૧ ગાથાર્થ : હે જિનરાજ ! આજ મારા સર્વ કાર્યો સિદ્ધ થયા છે. માહરી વિનંતી તમે ચિત્તમાં ધારણ કરો. તમારા કૃપારસ થકી જ મેં માર્ગ કહ્યો તો સારી સપદા=બધી સંપત્તિ, પ્રગટ થઈ. II ભાવાર્થ : ભગવાનને વિનંતી કરતા ગ્રંથકારશ્રી કહે છે કે આજે મારા સર્વ કાર્યો સિદ્ધ થયા છે; કેમ કે ભગવાનના વચનરૂપ શાસ્ત્રો ભણીને સંસારથી તરવાનો પરમ શ્રેય માર્ગ મને પ્રાપ્ત થયો છે. વળી, ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરે છે કે તમે મારી વિનંતી ચિત્તમાં ધારણ કરો. તમારા પારસથી જો મેં આ માર્ગ પ્રાપ્ત કર્યો હોય તો મને સર્વ સંપદા પ્રગટ થઈ છે. આમ કહીને ગ્રંથકારશ્રી વીતરાગની કુપા પોતાના પ્રત્યે વર્તે, જેથી ભગવાનના વચનાનુસાર માર્ગનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196