________________
૧૭૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭/ગાથા-૭-૮ ભાવાર્થ
ગ્રંથકારશ્રી વીતરાગતાના અત્યંત અર્થી છે અને વીતરાગનું વચન વીતરાગની પ્રાપ્તિનું પરમ કારણ છે. તેથી ગ્રંથકારશ્રીને વીતરાગના વચન પ્રત્યે અત્યંત રાગ છે અને તે રાગ જ સુખના સાગર જેવો છે. તેથી સંસારવર્તી જે દેવલોકનાં અને મનુષ્યોનાં સુખ છે તે ભગવાનના વચનના સુખ આગળ એક બિંદુ તુલ્ય છે. જેમ પોતાના આફ્લાદના સ્થાનભૂત રત્ન પ્રત્યે જેને રાગ હોય તેને તે રત્ન પ્રાપ્તિના ઉપાય પ્રત્યેનો રાગ પણ સુખરૂપ લાગે છે અને તે ઉપાયના રાગને કારણે જ શ્રમ કરીને પણ તે રત્નના સુખને પ્રાપ્ત કરે છે, તેમ વીતરાગતાના રાગીને વીતરાગતાની પ્રાપ્તિના કારણભૂત ભગવાનના વચનનો રાગ પણ સુખરૂપ જણાય છે અને આથી જ ભગવાનના વચનને રાગથી સેવીને ક્રમે કરીને આરાધક જીવો વીતરાગતાના સુખને પામે છે. વીતરાગના વચનના રાગથી થતા સુખને ગ્રંથકારશ્રી સાગરતુલ્ય ગણે છે અને સંસારના દેવ અને મનુષ્યોના સુખ તેમને બિંદુ તુલ્ય જણાય છે. માટે ભગવાનને વિનંતી કરતા કહે છે કે મારા મનમાં પેદા થયેલી સુમતિરૂપી કમલિનીનું વન છે તેને ખીલવવામાં સૂર્ય જેવા આપ છો. તેથી હે દેવ ! આ સેવકની સદા સંભાળ કરજો અર્થાત્ મારી સુમતિને સદા ખીલવજો, જેથી હું તમારા વચનાનુસાર અપ્રમાદભાવથી યત્ન કરીને તમારી જેમ વીતરાગતાને પામું. IITI
ગાથા :
જ્ઞાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજિયે, ગાજિયે એક તુઝ વચનરાગે; શક્તિ ઉલ્લાસ અધિકો હુસે તુઝ થકી,
તૂ સદા સકલસુખહેત જાગે. આજ. ૮ ગાથાર્થ -
ગ્રંથકારથી કહે છે કે જ્ઞાનયોગમાં તૃતિને ધારણ કરીએ અને લાજીએ નહિ=ધર્મ પ્રવૃત્તિ કરવામાં લજ્જા પામીએ નહિ, અને એક તમારા વચનના રાગમાં ગાજીએ. તમારા થકી અધિક શક્તિનો ઉલ્લાસ થશે, જો સકલ સુખના હેતુ એવા તમે સદા જાગે-સદા ચિત્તમાં જાગો. IkII.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org