Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૧૦-૨૦ અવતરણિકા : તપાગચ્છનું નામ અને સ્થાન દિગંબર કે સ્થાનકવાસી આદિની જેમ કુમતિઓએ કરેલું નથી, તે સ્પષ્ટ કરવા અર્થે ગાથા-૨૨ સુધી કહે છે – ગાથા : નામ નિર્ગસ્થ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડપાટ લગે ગુરુગુણે સંગ્રહ્યું; મંત્ર કોટી જપી નવમપાટે યદા, તેહ કારણ થયું નામ કોટિક તદા. ૧૯ ગાથાર્થ: પ્રથમ એહનું તપાગચ્છનું નામ નિગ્રંથ કહ્યું છે, પ્રથમ આઠ પાટ સુધી=સુધર્માસ્વામીથી માંડીને આઠ પાટ સુધી, નિગ્રંથ એવા ગુરુના ગુણથી સંગ્રાહેલું તપાગચ્છનું નામ નિગ્રંથ હતું, નવમી પાટે જ્યારે મંત્ર કોટી જપી ક્રોડ મંત્રનો જાપ કર્યો, ત્યારે તે કારણથી કોટિકગચ્છ નામ થયું-નિગ્રંથગચ્છનું નામ કોટિકગચ્છ થયું. ll૧૯ll ભાવાર્થ - પ્રભુવીરની પહેલી પાટ ઉપર પૂ. સુધર્માસ્વામી મહારાજ સાહેબ હતા અને સુધર્માસ્વામીથી માંડી આઠ પાટ સુધી તપાગચ્છના સાધુઓ નિગ્રંથ કહેવાતા. તેથી નિગ્રંથ એવા ગુરુના ગુણથી સંગ્રાહલું તે નામ હતું અને નવમી પાટે જે મહાત્મા આવ્યા તેમને કોટી મંત્રનો જાપ કર્યો તે કારણથી તે નિગ્રંથગચ્છ કોટિકગચ્છ એ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેથી આઠ પાટ સુધી તપાગચ્છનું નિગ્રંથગચ્છ નામ હતું અને નવમી પાટથી કોટીકગચ્છ નામ પડ્યું. ૧૯ll ગાથા : પનરમે પાર્ટી શ્રીચન્દ્રસૂરિ કર્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું; સોલમે પાટ વનવાસ નિર્મમમતિ, નામ વનવાસી સામંતભદ્રો યતિ. ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196