________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૪/ગાથા-૧૦-૧૧
ગાથાર્થ:
જેમ વિરુદ્ધ સેવતા પુરુષને=તેવા પ્રકારના સંયોગમાં અસાર ભોજન કરતા પુરુષને, શુભ ભોજનમાં દૃઢ રાગ વર્તે છે, તેમ રસના જાણ એવા મુનિને આપત્તિ કાળમાંહે શુદ્ધ ચરણમાં દૃઢ રાગ વર્તે છે. II૧૦|| ભાવાર્થ :
=
૧૦૬
કોઈ પુરુષ તેવા પ્રકારના સંયોગમાં અસાર ભોજનથી જીવન નિર્વાહ કરે તોપણ તેનો દૃઢ રાગ શુભ ભોજનમાં જ વર્તે છે પરંતુ અસાર ભોજનમાં રાગ હોતો નથી તેમ ચારિત્રના સેવનકૃત ઉપશમરસના જાણ એવા મુનિને શુદ્ધ ચારિત્રની આચરણામાં દૃઢ રાગ હોય છે તેથી તથાવિધ વિષમ સંયોગમાં પૂર્ણ વિધિનું સેવન ન કરી શકે તોપણ વિધિ સેવનનો તીવ્ર રાગ વર્તે છે. તેથી તે મહાત્મા સ્વશક્તિ અનુસાર વિધમાં અવશ્ય યત્ન કરીને સ્ખલનાવાળા પણ તે અનુષ્ઠાનથી સંયમની વૃદ્ધિ થાય તેવા સમભાવના પરિણામને વહન કરે છે. ભાવસાધુને ધર્મમાં પ્રકૃષ્ટ રુચિ છે તેના કાર્યરૂપ આ વિધિસેવના ગુણની પ્રાપ્તિ છે. II૧૦ના
અવતરણિકા :
ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટ શ્રદ્ધાના કાર્યરૂપ અવિતૃપ્તિ નામના બીજા ભેદનું સ્વરૂપ બતાવે છે
ગાથા :
જિમ તૃપ્તિ જગ પામેં નહી, ધનહીન લેતો રત્ન; તપ-વિનય-વૈયાવચ્ચ પ્રમુખ તિમ, કરતો હો મુનિવર
ગાથાર્થ ઃ
ધન રહિત પુરુષ રત્નને ગ્રહણ કરતો જગતમાં જેમ તૃપ્તિ પામતો નથી તેમ તપ, વિનય, વૈયાવચ્ચ વગેરેમાં બહુ યત્ન કરતા મુનિવર તૃપ્તિ પામતા નથી. ।।૧૧।।
Jain Education International
બહુયત્ન. સા. ૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org