________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧૧-૧૨ ૧૦૭ ભાવાર્થ :
જેમ સંસારી જીવો ધન રહિત હોય અને રત્નની પ્રાપ્તિ થતી હોય તો રત્નને ગ્રહણ કરવામાં તૃપ્તિ પામતા નથી. તેમ આત્મામાં ગુણરૂપી રત્નની પ્રાપ્તિના પ્રબળ અંગરૂપ તપ, વિનય, વૈયાવચ્ચ વગેરે ઉચિત કૃત્યો કરવામાં સુસાધુને બહુ યત્ન વર્તતો હોય છે; કેમ કે વિધિપૂર્વક સેવાયેલી તપાદિની ક્રિયાથી અંતરંગ સમભાવની વૃદ્ધિરૂપ ગુણો અધિક અધિક પ્રાપ્ત થાય છે.
ધર્મમાં તીવ્ર શ્રદ્ધાના કાર્યરૂપ સાધુનો અવિતૃપ્તિ આ ગુણ છે. ll૧૧ અવતરણિકા :
ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટ શ્રદ્ધાના કાર્યરૂપ શુભદેશના નામના ત્રીજા ભેદનું સ્વરૂપ બતાવે છે – ગાથા :
ગુરુની અનુજ્ઞા લઈને, જાણતો પાત્ર કુપાત્ર; તિમ દેશના શુદ્ધી દિએ, જિમ દીપે હો નિજ સંયમગાત્ર.
સા. ૧૨
ગાથાર્થ :
સુસાધુ ગુરુની અનુજ્ઞા લઈને, પાત્ર-કુપાત્રને જાણીને તમ-તે પ્રકારે શુદ્ધદેશના આપે છે, જેમ-જે પ્રકારે, પોતાનો સંયમરૂપી દેહ દીપે છે. II૧૨ા. ભાવાર્થ
ભાવસાધુ શાસ્ત્ર ભણીને ગીતાર્થ થાય અને ગુરુને જણાય કે આ શિષ્ય જિનવચનાનુસાર ઉચિત દેશના આપવા સમર્થ છે તો ગુણવાન ગુરુ તેને દેશના આપવાની અનુજ્ઞા આપે છે અને તે સાધુ પણ આ શ્રોતા આ પ્રકારની દેશનાને પાત્ર છે અને આ શ્રોતા કુપાત્ર છે તેનો યથાર્થ નિર્ણય કરીને પાત્ર જીવો ઉપર ઉપકાર થાય તે પ્રકારે શુદ્ધ દેશના આપે છે. જે દેશનાકાળમાં યોગ્ય જીવોને સંસારથી તારવાનો ઉત્તમ અધ્યવસાય હોય છે અને ભગવાનના વચનાનુસાર ઉચિત ઉપદેશ આપવાનો પરિણામ હોય છે. જેથી દેશનાની ઉચિત પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org